• Gujarati News
  • Utility
  • Supreme Court Postpones Medical PG Entrance Exam For 1 Month, Exam To Be Held On June 16

INI CET 2021:સુપ્રીમ કોર્ટે 1 મહિના સુધી મેડિકલ PG એન્ટ્રન્સ એક્ઝામ સ્થગિત કરી, 16 જૂને યોજાવાની હતી પરીક્ષા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહામારી દરમિયાન આ પરીક્ષાનું આયોજન યોગ્ય રહેશે નહિ
  • 16 જૂને યોજાનાર પરીક્ષાને 1 મહિના માટે સ્થગિત કરવામાં આવી
  • INI CETમાં મળેલા માર્ક્સને આધારે ઉમેદવારોને AIIMS, JIPMER, PGIMER સહિતના મેડિકલ પ્રોગ્રામમાં એડમિશન મળે છે

સુપ્રીમ કોર્ટે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) તરફથી યોજાનાર INI CET (ઈન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ કમ્બાઈન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા 1 મહિના સુધી સ્થગિત કરી છે. આ પરીક્ષા 16 જૂને યોજાવાની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહામારી દરમિયાન આ પરીક્ષાનું આયોજન યોગ્ય રહેશે નહિ.

કોર્ટે કહ્યું કે આ સમયે પરીક્ષા આપનારા ઉમેદવાર પણ હાલ કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. આ પરીક્ષામાં મેડિકલની ઉચ્ચ શિક્ષા માટે દેશભરના ડૉક્ટર સામેલ થાય છે.

પરીક્ષા સ્થગિત કરવા માટે ઉમેદવારો માગ કરી રહ્યા હતા

મેડિકલ સ્ટુડન્ટ આ પરીક્ષા સ્થગિત કરવાની માગ કરી રહ્યા હતા. તેના માટે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન પણ ચાલ્યું હતું. PM મોદીની અપીલ બાદ MBBSના વિદ્યાર્થીઓ હવે કોવિડ ડ્યુટીમાં અપોઈન્ટ છે. તેવામાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામની તૈયારી કરવી મુશ્કેલ બની શકે છે. બુધવારે ઈન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ કમ્બાઈન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ 2021 માટે એડમિટ કાર્ડ પણ જાહેર થયા હતા.

પરીક્ષાને આધારે એડમિશન મળે છે

MS (માસ્ટર્સ ઓફ સર્જરી), MD (ડૉક્ટર ઓફ મેડિસીન), DM (ડૉક્ટરેટ ઓફ મેડિસીન), MCH (માસ્ટર્સ ઓફ ચિરુર્ગી) અને MDS (માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી)ના કોર્સિસ માટે એડમિશન માટે 16 જૂને આ પરીક્ષા યોજાવાની હતી. INI CETમાં મળેલા માર્ક્સને આધારે ઉમેદવારોને AIIMS, JIPMER, PGIMER સહિતના મેડિકલ પ્રોગ્રામમાં એડમિશન મળે છે.