• Home
  • Utility
  • Supreme Court instructs ICAI to consider students who cannot appear for exams as opt out cases

રાહત / સુપ્રીમ કોર્ટે ICAIને સૂચન કર્યું, પરીક્ષામાં સામેલ ન થઈ શકનારા સ્ટુડન્ટ્સને ઓપ્ટ આઉટ કેસ ગણો

Supreme Court instructs ICAI to consider students who cannot appear for exams as opt-out cases
X
Supreme Court instructs ICAI to consider students who cannot appear for exams as opt-out cases

  • દર વર્ષે 2 મેના રોજ લેવાતી પરીક્ષા આ વખતે બે વાર મુલતવી રાખવામાં આવી
  • પરીક્ષા વિરૂધ્ધ દાખલ કરેલી અરજીમાં કરેલી પરીક્ષા મુલતવી રાખવાની માગ

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 08:09 AM IST

દિલ્હી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની CA પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર ન રહી શકતા હોય તેમને ઓપ્ટ-આઉટ કેસ તરીકે ગણવામાં આવશે. ભલે વિદ્યાર્થીએ ઓપ્ટ-આઉટ વિકલ્પ પસંદ ન કર્યો હોય. આ સાથે સુપ્રીમ કોર્ટે ઓપ્ટ-આઉટ વિકલ્પ પર રોક લગાવનારી અરજી પર પણ સંસ્થા પાસેથી જવાબ માગ્યો છે. CAની પરીક્ષા 29 જુલાઈથી 16 ઓગસ્ટની વચ્ચે લેવામાં આવશે.

2 જુલાઈએ આગામી સુનાવણી
કોર્ટે એમ પણ કહ્યું કે, સતત બદલાતી પરિસ્થિતિની વચ્ચે જો કોઈ ઉમેદવાર ઓપ્ટ-આઉટ વિકલ્પ પસંદ કરવામાં અસમર્થ હોય અને કન્ટેસ્ટન ઝોનમાં આવે તો આવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર બદલવાનો વિકલ્પ આપવો જોઈએ. આ સાથે કોર્ટે ICAiને સૂચન આપ્યું હતું કે, ચેપને કારણે ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર બદલવાની છેલ્લી તારીખ લંબાવી દેવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, પરીક્ષા માટે આરોગ્ય મંત્રાલયના સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. હવે સુપ્રીમ કોર્ટ આ કેસની આગામી સુનાવણી 2 જુલાઈના રોજ કરશે.

દર વર્ષે 2 મેના રોજ પરીક્ષા લેવાય છે
આ પરીક્ષા દર વર્ષે 2 મેના રોજ લેવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે તેને બે વાર મુલતવી રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઇન્સ્ટિટ્યૂટ 29 જુલાઇએ આ પરીક્ષા લેવા માગે છે. જો કે, દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માતા-પિતા અને વિદ્યાર્થીઓ સતત તેને મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. આ જ ક્રમમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સંસ્થાને નોટિસ ફટકારી છે અને 29 જૂન સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

પરીક્ષા સ્થગિત કરવાની માગ
પરીક્ષા વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં પરીક્ષા મુલતવી રાખવા માગ કરવામાં આવી છે. દાખલ કરેલી પિટિશન પ્રમાણે કોરોના વાઇરસનો નાશ ન થાય ત્યાં સુધી પરીક્ષા લેવાવી જોઇએ નહીં. આવી સ્થિતિમાં પરીક્ષા મુલતવી રાખવાની અટકળો ટાલી રહી છે. અગાઉ ઇન્સ્ટિટ્યૂટ CA પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટ વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. આ મુજબ, જો વિદ્યાર્થી હવે પરીક્ષા છોડી દેવા માગતતા હોય તો તેઓ નવેમ્બરમાં થનારી પરીક્ષામાં જોડાઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી