તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Sugar Drinks Are Increasing The Risk Of Colon Cancer In Young Generation, One Sugar Drink A Day Increases The Risk Of Cancer By 32%

કેન્સર અલર્ટ:સુગર ડ્રિંકના કારણે યંગ જનરેશનમાં કોલોન કેન્સરનું જોખમ વધી રહ્યું છે, દિવસમાં એક સુગર ડ્રિંકથી કેન્સરનું જોખમ 32% સુધી વધી જાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યંગ એડલ્ટ્સમાં કોલોન અને રેકટલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સંશોધકોના અનુસાર, આ કેન્સર સુગર ડ્રિંકના કારણે વધી રહ્યું છે.

થોડા વર્ષોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોલોરેક્ટલ કેન્સરના દરમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. 1950ની આસપાસ જન્મેલા લોકોની તુલનામાં, 1990ની આસપાસ જન્મેલા લોકોમાં કોલોન કેન્સરનું બમણું જોખમ અને રેકટલ કેન્સરનું જોખમ ચાર ગણું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સુગર ડ્રિંકના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ 1977 અને 2001ની વચ્ચે વપરાશમાં વધારો થયો હતો. જેના કારણે યંગ એડલ્ટ્સમાં કેલરી કન્ઝ્યુમ કરવાનો આંકડો પણ ઝડપથી વધ્યો.

બમણી કેલરી કન્ઝ્યુમ કરવા લાગ્યા યંગ એડલ્ટ
તે વર્ષો દરમિયાન 19થી 39 વર્ષના લોકોમાં કેલરી કન્ઝ્યુમ કરવાની ક્ષમતા 5.1 ટકાથી વધીને 12.3 ટકા અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 4.8 ટકાથી વધીને 10.3 ટકા થઈ ગઈ.

જો કે, 2014થી આ આંકડામાં ઘટાડો આવ્યો છે, તેમ છતાં દરેક અમેરિકન જેટલી કેલરી કન્ઝ્યુમ કરે છે તેના 7 ટકા કેલરી અત્યારે પણ સુગર ડ્રિંકમાંથી મળે છે.

સ્ટડીમાં સામેલ 94,464 નર્સ
મેડિકલ જર્નલ ગટમાં એક નવી સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. કોલોરેક્ટલ કેન્સર અને સુગર ડ્રિંકની વચ્ચેનો સંબંધ જાણવા માટે આ સ્ટડીમાં 94,464 નર્સોને સામેલ કરવામાં આવી હતી. આ નર્સોએ 1991 અને 2015ની વચ્ચે એક લોન્ગટર્મ પ્રોસ્પેક્ટિવ હેલ્થ સ્ટડી માટે રજિસ્ટર કર્યું હતું, ત્યારે તેઓ 25થી 42 વર્ષની હતી.

સ્ટડી માટે તે 41,272 નર્સોની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર પણ નજીકથી નજર રાખવામાં આવી, જેમને 13થી 18 વર્ષની વચ્ચે પોતાના સુગર ડ્રિંક ઈનટેકનો રેકોર્ડ રાખ્યો હતો. સ્ટડીમાં સોફ્ટ ડ્રિંક, સ્પોર્ટ્સ ડ્રિંક, અને વિવિધ પ્રકારની સુગર ટીની સાથે ફ્રૂટ જ્યુસ (સફરજન, સંતરા, દ્રાક્ષ, જેવા ફળ)ને ઈનટેકનો પણ સંશોધકોએ રેકોર્ડ નોંધ્યો હતો.

સપ્તાહમાં બે અથવા બેથી વધારે સુગર ડ્રિંક લેતા લોકોમાં કેન્સરનું જોખમ બમણું
સ્ટડીમાં સામલે મહિલાઓના લગભગ 24 વર્ષના ફોલોઅપ બાદ સંશોધકોને કોલોરેક્ટલ કેન્સરના 109 કેસ મળ્યા. જે મહિલાઓ એક સપ્તાહમાં એક સુગર ડ્રિંક લેતી હતી (એક ડ્રિંક જેમાં લગભગ 227 ગ્રામ સુગર હોય) તેની તુલનામાં જે મહિલાઓ સપ્તાહમાં બે અથવા બેથી વધુ વખત સુગર ડ્રિંક લેતી હતી તેમને કેન્સરનું જોખમ બમણું હતું. સ્વીટ ડ્રિંકના દરેક એક સર્વિંગની સાથે કેન્સરનું જોખમ 16 ટકા સુધી વધી જાય છે.

એક દિવસમાં એક સુગર ડ્રિંક એટલે કેન્સરનું જોખમ 32%
યંગ જનરેશનમાં એક દિવસમાં એક સુગર ડ્રિંક 32 ટકા સુધી કેન્સરનું જોખમ વધારે છે, પરંતુ તેને કોફીની સાથે રિપ્લેસ કરવા પર કેન્સરનું જોખમ 17થી 36 ટકા સુધી ઘટાડી શકાય છે.

યંગ જનરેશનમાં કેન્સરનું જોખમ વધારે
સેન્ટ લૂઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં સર્જરીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સ્ટડીના સિનિયર રાઈટર યિન કાઓ જણાવે છે કે, વૃદ્ધોની તુલનામાં યંગ જનરેશનમાં મેટાબોલિક પ્રોબ્લમ જેમ કે, ઈન્સ્યુલિન પ્રતિરોધ અથલા હાઈ કોલેસ્ટેરોલ, આંતરડામાં સોજા જેવી વસ્તુઓ કેન્સરનું કારણ બને છે.

મેદસ્વિતા પણ આ પ્રકારના કેન્સરનું એક મોટું કારણ હોઈ શકે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું કે, હાઈ ફ્રૂક્ટોઝ કોર્ન સિરપમેદસ્વિતા અને ત્યારબાદ કેન્સરના જોખમને વધારે છે.