તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચ્યુઅલ વિડ્રોઅલ ફેસિલિટી:સબસ્ક્રાઈબર નેશનલ પેન્શન સિસ્ટમમાંથી નીકળવા માટે વિડ્રોઅલ એપ્લિકેશન ઓનલાઈન પણ આપી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન વ્યવસ્થામાં NPS ખાતું બંધ કરવા માટે સબસ્ક્રાઈબરને ઓથરાઈઝ્ડ સેન્ટર પર જવું જરૂરી
  • ઓનલાઈન ઓપ્શનમાં OTP અથવા ઈ-સાઈન દ્વારા વિડ્રોઅલ રિક્વેસ્ટ ઓર્થરાઈઝ કરી શકશે સબસ્ક્રાઈબર

પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAએ બુધવારે જણાવ્યું હતું કે, જે સબસ્ક્રાઈબર નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી નીકળવા માગે છે તો તેઓ આ કામ ઓનલાઈન પણ કરી શકે છે. તેના અનુસાર, NPSમાંથી વર્તમાન ઉપાડની વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઓફલાઈન છે, જેમાં સબસ્ક્રાઈબરને ખાતું બંધ કરવા માટે ઓર્થરાઈઝ્ડ સેન્ટર પર જવું પડે છે.

OTP અથવા ઈ-સાઈનથી ઓર્થરાઈઝ કરી શકાશે વિડ્રોઅલ રિક્વેસ્ટ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સબસ્ક્રાઈબરને ઉપાડ માટે NPS વિડ્રોઅલ ફોર્મ ભરીને તેના જરૂરી દસ્તાવેજોની સાથે પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (POP) એટલે કે ઓર્થરાઈઝ્ડ સેન્ટર પર જમા કરાવવા પડતા હતા. PFRDAએ કહ્યું, હવે વિડ્રોઅલ ફોર્મ જમા કરાવવા માટે સબસ્ક્રાઈબરને વર્તમાન ઓફલાઈન પ્રોસેસની સાથે ઓનલાઈન ઓપ્શન પણ ઉપલબ્ધ હશે. આ ઓપ્શનમાં સબસ્ક્રાઈબર OTP અથવા ઈ-સાઈન દ્વારા વિડ્રોઅલ રિક્વેસ્ટને ઓર્થરાઈઝ કરી શકશે.

KYC અને જરૂરી માહિતીની સાથે વિડ્રોઅલ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે
PFRDAએ કહ્યું કે, સબસ્ક્રાઈબરને ઓનલાઈન પ્રોસેસમાં લોગ-ઈન ID અને પાસવર્ડ દ્વારા સેન્ટ્રલ રેકર્ડ કીપીંગ એજન્સી (CRA)સિસ્ટમમાં એક્ઝિટ પ્રોસેસ શરૂ કરવાની રહેશે. ત્યારબાદ એન્યુટી સર્વિસ પ્રોવાઈડર (ASP), એન્યુટી સ્કીમ ઉપરાંત એક સામટું પેમેન્ટ અને એન્યુટીની ખરીદારી સંબંધિત માહિતી આપવી પડશે અને વિડ્રોઅલ ડોક્યુમેન્ટને KYCની સાથે અપલોડ કરવા પડશે.

કોરપસના 0.125 ટકાના બરાબર વિડ્રોઅલ રિક્વેસ્ટ પ્રોસેસિંગ ફી હશે
ત્યારબાદ ઓર્થરાઈઝ્ટ સેન્ટર ઈન્સ્ટન્ટ બેંક અકાઉન્ટ વેરિફિકેશન દ્વારા સબસ્ક્રાઈબરના બેંક અકાઉન્ટ નંબરની ઓળખ કરશે અને તેના અપલોડેડ ડોક્યુમેન્ટનું વેરિફાઈ કરશે. NPS સબસ્ક્રાઈબર્સને ઓનલાઈન અથવા ઓફલાઈન વિડ્રોઅલ રિક્વેસ્ટની પ્રોસેસિંગ માટે ઓર્થરાઈઝ્ડ સેન્ટરની ફીમાં કોરપસના 0.125 ટકા હિસ્સો મળશે, જે ઓછામાં ઓછા 125 રૂપિયા અને વધુમાં વધુ 500 રૂપિયા હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો