PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકારે ખેડૂતોના ખાતામાં આઠમો હપ્તો નાખવાનું શરૂ કરી દીધું છે. સરકાર આ યોજનાની જૂની પદ્ધતિમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. પીએમ કિસાન સન્માન સ્કીમનો લાભ હવે ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમના નામ પર ખેતી થશે. એટલે કે પહેલાની જેમ વારસાગત જમીનમાં ભાગીદારી રાખનાર લોકોને હવે આ યોજનાનો લાભ નહીં મળે. જો તમારું નામ પણ ખેતીમાં છે તો તરત આ કામ કરો નહીં તો તમારો આગામી હપ્તો અટકી શકે છે.
પીએમ કિસાન સ્કીમ અંતર્ગત દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000, 2000ના ત્રણ હપ્તામાં આપે છે. તેના અંતર્ગત દર વર્ષે પહેલો હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈ, બીજો હપ્તો એક ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો એક ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે.
આ જાણકારી આપવી પડશે
2019માં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં છેલ્લા થોડા સમયમાં કેટલીક ગડબડ મળી હતી, જેને સુધારવા સરકારે નિર્ણય લીધો છે. સરકારે યોજનામાં પારદર્શિતા લાવવા માટે આ પગલું ભર્યું છે. કિસાન સન્માન નિધિ યોજનામાં નવું રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને હવે અરજી ફોર્મમાં પોતાની જમીનના પ્લોટ નંબરનો પણ ઉલ્લેખ કરવો પડશે. જો કે નવા નિયમો યોજના સાથે સંકળાયેલા જૂના લાભાર્થીઓને અસર કરશે નહીં.
ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ
આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવું સરળ છે. તમે ઓનલાઈન ઘરે બેઠા આ પ્રોસેસ પૂરી કરી શકો છો. તે સિવાય તમે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનિક કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ યોજના માટે અપ્લાય કરી શકો છો. તે સિવાય તમે જાતે પણ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.