તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Study Claims During Lockdown People Have High Stress Level, Due To This, Weight Gain Due To Diet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં હેલ્થ પ્રત્યે બેદરકારી:રિસર્ચમાં દાવો-લોકડાઉન દરમિયાન ટેન્શન વધ્યું, લોકોએ ડાયટ પર ધ્યાન ના આપતા વજન વધ્યું

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાટાઈમમાં લોકોની જંક ફૂડ ખાવાની ટેવ વધી ગઈ અને એક્સર્સાઈઝની આદત ઓછી થઇ ગઈ. તેનાથી સ્ટ્રેસ લેવલ વધ્યું અને ઊંઘ ઓછી થઇ ગઈ. એક રિસર્ચમાં આ વાતનો દાવો કર્યો છે.

49 વર્ષીય સ્ટીફન લોની કોરોના પહેલાં લાઈફસ્ટાઈલ બરાબર હતી. એક અઠવાડિયાંમાં ત્રણવાર કસરત કરવા જતા હતા. ડિનરમાં હેલ્ધી ફૂડ બનાવતા હતા પરંતુ કોરોનાને થયેલા લોકડાઉન પછી બધું બદલાઈ ગયું. તેઓ ઘરમાં જ રહેવા લાગ્યા. તેના લીધે સ્ટ્રેસ લેવલ વધી ગયું. એક્સર્સાઈઝ પણ ઓછી થઇ ગઈ. વધારે ખાવાનું શરુ કર્યું, તેમાં જંક ફૂડનું પ્રમાણ વધારે હતું. તેમનું કહેવું છે કે અમે એ જ ખાઈએ છીએ જે ટેસ્ટી હોય છે.

સ્ટડીનો દાવો-લોકડાઉનમાં હેલ્થ પર સૌથી વધારે અસર પડી

 • પેનિંગટન બાયોમેડિકલ રિસર્ચ સેન્ટરે દુનિયાભરમાં 8 હજાર યુવાનો પર રિસર્ચ કર્યું. તેમાં 50 અલગ-અલગ દેશના યુવાનો પણ સામેલ થયા. તેમાં ખબર પડી કે લોકડાઉનમાં લોકોની હેલ્થ યોગ્ય નથી.
 • પ્રોફેસર એમિલી ફ્લેંગને કહ્યું કે, મેદસ્વી લોકો પર વધારે અસર પડી છે. તેનાથી ચિંતા વધુ વધી. તે લોકોમાં કોરોનાને લીધે પહેલેથી ઊંઘની સમસ્યા હતી હવે તેમાં પણ વધારો થયો છે. આ સિવાય રિસર્ચમાં ઘણા પ્રકારના દાવા કરવામાં આવ્યા. જેમ કે લોકોના રુટિનમાં ફેરફાર આવવાનું કારણ કોરોનાને લીધે લાગુ કરાયેલું લોકડાઉન છે. લોકો ઘરોમાં આઈસોલેટ થઈ ગયા છે, આર્થિક નુક્સાન થયું છે. 1 કરોડથી વધારે લોકોની નોકરી જતી રહી છે. ડેલી રૂટિન પર ગંભીર અસર થઈ છે. આ બધા જ કારણોને લીધે લોકોએ તેમનાં સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપ્યું નથી.

સોશિયલ મીડિયા પર ઓનલાઈન સર્વે

 • પ્રોફેસર ફ્લેંગન અને સહકર્મચારીઓનું માનવું છે કે, કોરોના સમયે લોકો તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને એ નથી ખબર કે કોરોના તેમના પર કેવી રીતે અસર કરી રહ્યો છે. તેથી આ સવાલોના જવાબ શોધવા માટે તેમણે સોશિયલ મીડિયા પર સર્વે કર્યો.
 • એપ્રિલથી મેની શરુઆત સુધી અમેરિકા સહિત કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના 7,750 લોકો સર્વેમાં સામેલ થયા. તેમાંથી મોટા ભાગના લોકો 51 વર્ષના હતા. તેમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. તેમાં 3 પ્રકારના લોકો હતા પ્રથમ જેમનું વજન વધ્યું, બીજા જેઓ મેદસ્વિતા ધરાવતા હતા અને ત્રીજા જેમનું વજન સામાન્ય હતું.
 • સર્વેમાં સામે આવ્યું કે શરૂઆતમાં લોકડાઉન લાગ્યું ત્યારે 27% લોકોના વજનમાં વધારો થયો. તેમાં મેદસ્વિતાથી પીડાતા લોકોનો આંકડો વધારે છે. 33% લોકોનું વજન વધ્યું. તેની સરખામણીએ 24.7% લોકોનું વજન સામાન્ય હતું.
 • સર્વેમાં કેટલાક સારા પરિણામો પણ બહાર આવ્યા છે. સ્ટડીમાં સામેલ 17% લોકોનું વજન ઓછું થયું છે. પરંતુ આ એ લોકો હતા જેમણે તેમની કસરત અને ડાયટ પર ધ્યાન આપ્યું. મન પર અસર પડી, 10% લોકોમાં વધારે નિંદ્રાના લક્ષણો જોવાં મળ્યાં
 • જો લોકોના માનસિક તણાવ વિશે વાત કરીએ તો 20% લોકોનું કહેવું છે કે, તેમનામાં સ્ટ્રેસ લેવલ વધ્યું છે. તેનાથી તેમના ડેઇલી રૂટિનને પણ અસર પહોંચી છે. તેમજ, 44% લોકોનું કહેવું છે કે, કોરોના દરમિયાન ઊંઘને અસર થઈ છે. તેમની સૂવાની દિનચર્યા પર પણ અસર પડી છે. તેમજ, 10% લોકોનું કહેવું છે કે તેઓ પહેલાં કરતાં વધુ સૂઈ રહ્યા છે.
 • જો કે, લોકોમાં એન્ઝાયટી લેવલ વધવાનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ લોકોમાં વાઇરસના જોખમને લઈને વધુ ચિંતિત હતા. પ્રોફેસર ફ્લેંગન કહે છે કે, બધી વસ્તુઓ માનસિક સ્તર સાથે જોડાયેલી હોય છે. લોકડાઉન દરમિયાન લોકોમાં તણાવ વધતો ગયો, જેનાથી તેની ઊંઘને અસર થઈ. આ કારણોસર તેમની ખાવાની ટેવ વધતી ગઈ અને કસરતની ટેવમાં ઘટાડો થયો.

કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય?
પ્રોફેસર ફ્લેંiનના જણાવ્યા મુજબ, અમે લોકોને જાગૃત કરી શકીએ છીએ. તેમને જણાવી શકીએ કે જો આવી સ્થિતિ આગળ પણ આવી તો સ્ટ્રેસ લેવાનું ટાળો. તણાવ જીવનશૈલીને અસર કરે છે. ક્યારેક વજનમાં વધારો થવાથી પણ લોકોમાં રોગોનું જોખમ જીવલેણ બની જાય છે. ખાવાની ટેવ અને ડાયટ પર કન્ટ્રોલ કરો. દરરોજ કસરત કરવા માટે સમય કાઢો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો