- Gujarati News
- Utility
- Students Will Be Able To See Their Result Through Digilocker, Create Your Digilocker Account By Following These Steps
CBSE બોર્ડ 2021:ડિજિલોકર દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે, આ સ્ટેપ્સ ફોલો કરીને તમારું ડિજિલોકર અકાઉન્ટ બનાવો
ડિજિલોકરની પાસે 6 કરોડ 70 લાખ રજીસ્ટર્ડ યુઝર્સ છે
- ડિજિલોકર ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ જમા, શેર અને વેરિફિકેશન માટે બનાવેલું એક સુરક્ષિત ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે
આ વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના રિઝલ્ટ ડિજિલોકરમાં અવેલેબલ હશે. વિદ્યાર્થીઓ ડિજિલોકર અકાઉન્ટમાં લોગિન કરીને માર્કશીટ, પાસ સર્ટિફિકેટ, માઈગ્રેશન સર્ટિફિકેટ અને સ્કિલ સર્ટિફિકેટ જેવા જરૂરી ડોક્યુમેન્ટ મેળવી શકે છે. આ વખતે ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ સ્કીમને આધારે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ તૈયાર કરીને 31 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ડિજિલોકર અકાઉન્ટમાં મોકલવામાં આવશે.
ડિજિલોકર શું છે?
ડિજિલોકર ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ જમા, શેર અને વેરિફિકેશન માટે બનાવેલું એક સુરક્ષિત ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે. તેમાં અકાઉન્ટ બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
- સૌપ્રથમ accounts.digitallocker.gov.in/signup/smart_v2/4f0bc1fe0b88eb43709d3a23143cf28f પર ક્લિક કરો.
- હવે આધાર કાર્ડ પ્રમાણે નામ અને જન્મ તારીખ ઉમેરો.
- એ પછી જેન્ડર અને મોબાઈલ નંબર નાખો.
- હવે 6 અંકનો પિન સેટ કરો.
- તમારું ઈમેલ ID અને આધાર નંબર નોંધો.
- ફોર્મ જમા કરીને એક યુઝર્સનું નામ સેટ કરો.
- ડિજિલોકર અકાઉન્ટ બન્યા પછી ડોક્યુમેન્ટ બ્રાઉઝ પર ક્લિક કરો અને બોર્ડ પરીક્ષાના ડોક્યુમેન્ટ લેવા માટે તમારો બોર્ડ નંબર નોંધી લો.
- 6 કરોડ 70 લાખ વિદ્યાર્થીઓએ ડિજિલોકરમાં અકાઉન્ટ બનાવ્યું
- ડિજિલોકરની પાસે હાલનાં સમયમાં 210થી વધારે અલગ-અલગ પ્રકારના ડિજિટલ ડોક્યુમેન્ટ છે. અત્યાર સુધી 6 કરોડ 70 લાખ રજીસ્ટર્ડ યુઝર્સ છે અને 432 કરોડ ડોક્યુમેન્ટ જાહેર કર્યા છે.