માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયલ નિશંકે આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે એલિજિબિલિટીના નિયમમાં ફેરફાર વિશે માહિતી આપી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું કે, બોર્ડ દ્વારા 12મા ધોરણની પરીક્ષા કેન્સલ કર્યા બાદ અને શિક્ષણ મંત્રાલયની ભલામણો પછી આ વર્ષે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે એડમિશનના નિયમોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.
10+3 ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે
માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયલે જણાવ્યું કે, હવે PCM વિષયો સાથે 10+2 અને ગણિત સાથે 10+3 ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ પણ આર્કિટેક્ચરના પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે એલિજિબલ થશે.
NATA અથવા JEEમાં પાસ થવું પડશે
તેમણે એમ પણ કહ્યું કે, આર્કિટેક્ચરમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે નાટા (NATA) અથવા JEEની પરીક્ષા પાસ કરવી પડશે. આ જાહેરાત કરવાની સાથે કેન્દ્રીય મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.