તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Stress Changes 300 Types Of Protein, Causing Hair To Turn White; Reducing Stress Can Make Hair Black Again; Learn His Way

સફેદ વાળનું સ્ટ્રેસ સાથે કનેક્શન:સ્ટ્રેસથી 300 પ્રકારના પ્રોટીનમાં ફેરફાર થાય છે, તે વાળના સફેદ થવાનું કારણ છે; તણાવ ઓછો થવાથી વાળ ફરીથી કાળા થઈ શકે છે; જાણો તેની રીત

2 મહિનો પહેલા

તણાવ અને સ્ટ્રેસના કારણે શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા જોવા મળે છે. તણાવની અસર ન માત્ર સ્વાસ્થ્ય પર પડે છે પરંતુ વાળ અને સ્કિન પર પણ જોવા મળે છે. એક નવા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો આપણે તણાવથી છૂટકારો મેળવીશું તો સફેદ વાળ ફરી કાળા થઈ શકે છે.

રિસર્ચ કરનાર ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટી ઈરવિંગ મેડિકલ સેન્ટરે દાવો કર્યો છે કે, પહેલી વખત આ સાબિત થયું છે કે મનુષ્યમાં તણાવના કારણે પણ વાળ સફેદ થાય છે.

આ સ્ટડીમાં પહેલી વખત મનોવૈજ્ઞાનિક તણાવથી સફેદ થતા વાળની સંખ્યા આધારિત (ક્વોન્ટિટેટિવ) પુરાવા એકત્રિત કર્યા છે. સ્ટડીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તણાવ દૂર થવાથી સહભાગીઓના વાળ ફરીથી કાળા થવા લાગ્યા. આ જોઈને સંશોધકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

માઈટોકોન્ડ્રિયામાં ફેરફારના કારણે કાળા વાળ સફેદ થઈ જાય છે
આ રિસર્ચના મુખ્ય સંશોધક પિકાર્ડના જણાવ્યા પ્રમાણે- જૈવિક ઇતિહાસ વાળમાં છુપાયેલો છે. જ્યારે વાળ, સ્કિનમાં રોમછિદ્રો તરીકે હોય છે, ત્યારે તેના પર તણાવથી શરીરમાં થતા ફેરફારની અસર પડે છે. સ્કિનનો બહારનો આકાર સખત થઈ જાય છે. સ્કેનરથી જોઈએ તો તેના કલરમાં સામાન્ય ફેરફાર જોવા મળે છે.

રિસર્ચમાં આ ફેરફાર જોવા મળ્યો. વૈજ્ઞાનિકોએ જોયું કે, તણાવથી મનુષ્યની કોશિકાઓના પાવરહાઉસ કહેવામાં આવતા માઈટોકોન્ડ્રિયામાં ફેરફાર થાય છે. જેનાથી વાળમાં જોવા મળતા ઘણા પ્રોટીનમાં ફેરફાર થાય છે અને કાળા વાળનો રંગ સફેદ થઈ જાય છે.

ઉંમરની સાથે એટલા માટે વાળ સફેદ થઈ જાય છે
વાળના મૂળને હેર ફોલિકલ કહેવામાં આવે છે, તે માથાની ત્વચા સાથે જોડાયેલ હોય છે. જ્યારે મનુષ્ય યુવાન હોય છે તો શરીરના કોષો વાળમાં એક ખાસ પ્રકારના પિગમેન્ટનું નિર્માણ કરે છે. આ પિગમેન્ટના કારે વાળ કાળા રહે છે. આ પિગમેન્ટને મેલેનોસાઇટ કહેવામાં આવે છે. જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે, મેલેનોસાઇટ ઘટી જાય છે. તેથી ધીમે ધીમે વાળનો કલર સફેદ થવા લાગે છે.

વાળના કલર માટે CDK પ્રોટીન જવાબદાર હોય છે
પિકાર્ડના અનુસાર, રિઝલ્ટની તુલના 14 વોલેન્ટિયરના તણાવના આધારે કરવામાં આવી અને જાણવા મળ્યું કે રજા પર હોવાથી એક વોલેન્ટિયરના પાંચ વાળ ફરીથી કાળા થઈ ગયા. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, એક ખાસ પ્રોટીન જેને CDK કહેવામાં આવે છે, સેલને ડેમેજ કરવા લાગે છે. આ પ્રોટીન તણાવની સ્થિતિમાં ઝડપથી બને છે. આવી સ્થિતિમાં તણાવ થવાથી કાળા વાળ સફેદ થઈ જાય છે. પિકાર્ડના અનુસાર, જ્યારે વાળનો રંગ બદલાઈ છે તો લગભગ 300 પ્રકારના પ્રોટીનમાં પણ ફેરફાર જોવા મળે છે.

તણાવ થવા પર કોર્ટિસોલ રિલીઝ થવા લાગે છે
તણાવ અને ચિંતાના કારણે કોર્ટિસોલ નામના હોર્મોન ઘણી માત્રામાં રિલીઝ થાય છે. આ તે સેલ્સને ખરાબ રીતે અસર કરે છે, જે વાળ અને શરીરના કલરને સામાન્ય બનાવી રાખવામાં મદદગાર હોય છે.

જો કે, પિકાર્ડના જણાવ્યા પ્રમાણે, વાળ એક હદ સુધી સફેદ થશે. એવું ન વિચારવું જોઈએ કે વર્ષોથી સફેદ વાળવાળા 70 વર્ષીય વૃદ્ધના વાળ તણાવ મુક્ત થવાથી કાળ થઈ જશે અથવા 10 વર્ષના બાળકમાં તણાવથી વાળ સફેદ થઈ જશે.

તણાવ ઓછો કરવા માટે અપનાવો આ ઉપાય
તણાવના કારણે ન માત્ર તમારા વાળનો રંગ બદલાય છે પરંતુ તેનાથી તમારી મેન્ટલ હેલ્થ પર પણ અસર થાય છે. તેથી હેલ્ધી રૂટિન અપનાવો અને સ્ટ્રેસ ઓછો કરવા માટે 12 ટિપ્સ જરૂર અપનાવો.

  • દરરોજ યોગ, એક્સર્સાઈઝ અને મેડિટેશન કરો.
  • પૂરતી ઊંઘ લો.
  • સવારે વહેલા ઊઠવાની આદત પાડો.
  • પોતાના માટે થોડો સમય કાઢો.
  • પોઝિટિવ વિચાર અપનાવો, નેગેટિવ વસ્તુઓથી દૂર રહો.
  • મિત્રો અને સંબંધીઓની સાથે સમય પસાર કરો
  • મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો
  • હેલ્ધી ડાયટ લો અને તેમાં પોટેશિયમની ભરપૂર માત્રા સામેલ કરો.
  • તમારી હોબી માટે સમય કાઢો.