• Gujarati News
  • Utility
  • State Bank Of India, SBI Home Loan, SBI Loan, Home Loan, SBI Interest Rate, Loan Interest Rate

તહેવારની સિઝનમાં ઓફર:હવે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન સસ્તામાં મળશે, SBI 6.70%ના દરે લોન આપશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી બેંક SBIએ તહેવારોની સિઝનમાં નવી ઓફર રજૂ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર, હવે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર સમાન રહેશે. વ્યાજના દર 6.70% રહેશે. પહેલા વિવિધ લોન અમાઉન્ટ પર વિવિધ વ્યાજ દર વસૂલવામાં આવતા હતા.

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ જણાવ્યું કે, તહેવારની સિઝનમાં હોમ લોન ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. આ ઓફરનો હેતુ લોનના વ્યાજ દરને સસ્તા બનાવવાનો છે જેથી તહેવારની સિઝનમાં ગ્રાહકો પોતાના સપનાનું ઘર લઈ શકે. બેંકના જણાવ્યા પ્રમાણે, અમારા તરફથી આ પ્રકારની પ્રથમ પહેલ છે, જેમાં બેંકે હોમ લોનને ક્રેડિટ સ્કોર સાથે લિંક કરી દીધી છે.

લોન અમાઉન્ટ સાથે વ્યાજ દરમાં ફેરફાર નહીં થાય
બેંકના જણાવ્યા પ્રમાણે, લોન અમાઉન્ટની જગ્યાએ હવે ગ્રાહકોને 6.70% વ્યાજ પર જ હોમ લોન મળશે. અગાઉ 75 લાખ રૂપિયાની હોમ લોન પર ગ્રાહકોને 7.15% વ્યાજ ચૂકવવું પડતું હતું. હવે 75 લાખ રૂપિયાની હોમ લોન પર ગ્રાહકોને 6.70% વ્યાજ આપવું પડશે. તેનો અર્થ એ થયો કે, ગ્રાહકોને પહેલાની તુલનામાં 45 બેસિસ પોઈન્ટ (bps) ઓછા વ્યાજ પર હોમ લોન મળશે. 100 bpsનો અર્થ 1% હોય છે.

ગ્રાહકોની બચત થશે
તમામ લોન અમાઉન્ટ પર વ્યાજ દર એક સમાન રાખવાથી ગ્રાહકોને વ્યાજ દરમાં મોટી બચત થશે. ઉદાહરણ તરીકે, 30 વર્ષની અવધિવાળી 75 લાખ રૂપિયાની હોમ લોન પર 8 લાખ રૂપિયાની બચત વ્યાજના રૂપમાં હશે. તેવી જ રીતે જે લોકો નોન સેલરીવાળા છે, તેમને સેલરીવાળા લોકોની તુલનામાં 15bps વધારે વ્યાજ ચૂકવવું પડતું હતું. પરંતુ હવે બેંકે તેને પણ નાબૂદ કરી દીધી છે

બંને પ્રકારના ગ્રાહકોને એક રેટ પર લોન મળશે
બેંકના જણાવ્યા પ્રમાણે, હોમ લોન લેનારા ગ્રાહકો હોય કે સેલરીવાળા કે નોન સેલરીવાળા, બંનેને સમાન દર પર જ લોન મળશે. આવી જ રીતે નોન સેલરીવાળા માટે 15bpsની બચત થશે. તેની સાથે બેંકે તમામ પ્રકારની પ્રોસેસિંગ ફી સંપૂર્ણ રીતે માફ કરી દીધી છે. ક્રેડિટ સ્કોરના આધાર પર લોન લેનારા લોકોને વ્યાજમાં ડિસ્કાઉન્ટ પણ મળશે.

લોનને ક્રેડિટ સ્કોરની સાથે લિંક કરવામાં આવી
બેંકના રિટેલ અને ડિજિટલ બેંકિંગના MD C.S શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, પહેલા એવું જોવામાં આવતું હતું કે, વ્યાજ પર ડિસ્કાઉન્ટ એક નક્કી લોન અમાઉન્ટ પર જ લાગુ થતું હતું. પરંતુ હવે લોનને ક્રેડિટ સ્કોરની સાથે લિંક કરીને તેને નાબૂદ કરવામાં આવી છે. આ વખતે અમે તમામ સેગમેન્ટના ગ્રાહકો માટે એક જ સમાન પર વ્યાજ દર ઓફર કરી રહ્યા છીએ. જે ગ્રાહકોએ અન્ય કોઇ બેંકમાંથી હોમ લોન લીધી છે અને તે લોનને SBIમાં ટ્રાન્સફર કરવા માગે છે, તો તેમને પણ લાભ મળશે.

પ્રોસેસિંગ ફી પણ ઝીરો
ઝીરો પ્રોસેસિંગ ફી અને વ્યાજ દરમાં ડિસ્કાઉન્ટથી ગ્રાહકોને ઘર લેવામાં સરળતા રહેશે. એક બેંકર તરીકે કોરોનાની આ મહામારીમાં અમારા ગ્રાહકોને પોસાય તેવા દરે મકાનો આપવાની જવાબદારી અમારી છે.

હોમ લોનમાં સૌથી મોટી બેંક SBI
હોમ લોનના માર્કેટમાં SBI સૌથી મોટી બેંક છે. તેનો હોમ લોન પોર્ટફોલિયો 5 લાખ કરોડ રૂપિયા કરતા વધારે છે. તેની ડિપોઝિટ 37 લાખ કરોડ રૂપિયા છે જ્યારે ઉધારી 27 લાખ કરોડ રૂપિયાની છે. બેંકિંગ સેક્ટરમાં તેના માર્કેટ શેર 34.77% છે જ્યારે હોમ લોન અને ઓટો લોનમાં માર્કેટ શેર 31.11% છે. તેના ડિજિટલ પ્લેટફોર્મ યોનો પર 3.6 કરોડ રજિસ્ટર્ડ ગ્રાહક છે. દરરોજ 1.1 કરોડ લોકો તેના પર લોગઈન કરે છે.