સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ક્લર્ક મેઈન એક્ઝામ 2021ને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 31 જુલાઈના રોજ યોજાવાની હતી. બેંકે અત્યારે પરીક્ષાની નવી તારીખ વિશે કોઈ જાણકારી નથી આપી. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in વિઝિટ કરી શકે છે.
10થી 13 જુલાઈ સુધી પ્રીલિમ્સ પરીક્ષા યોજાઈ હતી
અગાઉ બેંકે ક્લર્ક (જૂનિયર એસોસિએટ)માટે પ્રીલિમ્સ પરીક્ષા 10 જુલાઈથી 13 જુલાઈ સુધી દેશના વિવિધ શહેરોમાં આયોજીત કરી હતી. પ્રીલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રીલિમ્સ એક્ઝામ ક્વોલિફાય કરનાર ઉમેદવારો જ મેઈન એક્ઝામમાં સામેલ થઈ શકશે.
5000થી વધારે પદો પર ભરતી બહાર પાડવામાં આવી
SBIએ જૂનિયર એસોસિએટના 5000થી વધુ પદોની ભરતી માટે 27 એપ્રિલના રોજ અરજી પ્રક્રિયા શરૂ કરી હતી. મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે ઉમેદવારોએ તમામ ત્રણેય તબક્કા (પ્રીલિમ્સ, મેઈન અને ઈન્ટરવ્યુ)ને ક્વોલિફાય કરવા પડશે. સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણૂક સમગ્ર દેશમાં બેંકની વિવિધ શાખાઓમાં કરવામાં આવશે.
પરીક્ષા પેટર્ન
SBI ક્લર્ક મેઈન પરીક્ષામાં 190 મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સવાલોના જવાબ આપવા માટે ઉમેદવારોને બે કલાક ચોવીસ મિનિટનો સમય આપવામાં આવે છે. પરીક્ષામાં જનરલ/ફાઈનાન્શિયલ અવેયરનેસ, જનરલ ઈંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટીટ્યૂડ અને રિઝનિંગ એબિલિટીની સાથે કમ્પ્યુટર એપ્ટીટ્યૂડ સેક્શનમાંથી પૂછવામાં આવે છે. પરીક્ષા સાથે સંબંધિત લેટેસ્ટ અપડેટ માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરતા રહેવું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.