નોકરી / સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 477 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી, 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાશે

State Bank of India invites applications to fill 477 vacancies, examinations to be held on October 20

  • બેંકિંગ જોબની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમચાર છે
  • SBIએ સ્પેશિયલ કેડર (એસઓ)ની 477 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવી
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર છે

Divyabhaskar.com

Sep 07, 2019, 05:41 PM IST

યુટિલિટી ડેસ્ક. બેંકિંગ જોબની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો પાસેથી સ્પેશિયલ કેડર (એસઓ)ની 477 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 25 સપ્ટેમ્બર સુધીમાં બેંકની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર 25 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. ફોર્મ ભરનારા યોગ્ય ઉમેદવારોએ ભરતી પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો રહેશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નોટિફિકેશન દ્વારા 477 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવી છે. આ માટે એપ્લિકેશન ફોર્મ 6 સપ્ટેમ્બરથી જાહેર કરવામાં આવ્યાં છે.ઉમેદવારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર છે. ફોર્મ ભરનારા યોગ્ય ઉમેદવારો માટે ભરતી પરીક્ષા અને ઈન્ટરવ્યૂ રાઉન્ડ 30 ટકાનો રહેશે. લેખિત પરિક્ષા 70 ટકાની રહેશે. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે, જે 20 ઓક્ટોબરના રોજ યોજાશે.

આ રીતે એપ્લિકેશન કરવાની રહેશે

ઓફિશિયલ વેબસાઇટ sbi.co.inના હોમપેજ પર જઈને 'careers' સેક્શન પર ક્લિક કરવું. ત્યાર બાદ નીચેની બાજુએ સ્ક્રોલ કરી સ્પેશિયલ કેડર રેગ્યુલર રિક્રૂટમેન્ટ પર ક્લિક કરો. ત્યાર બાદ ફોર્મ ભરી અપલોડ કરવું અને એપ્લિકેશન ફી ભરી અરજી પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

વેતન

એપ્લિકેશન ફી રૂ. 750 રાખવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 125 રૂપિયા છે. જુનિયર પોસ્ટ પર ઉમેદવારોને મહિને રૂ.42,020 સેલેરી મળશે. જ્યારે મેનેજર સ્કેલ-2ના ઉમેદવારોને રૂ. 45,950 અને મેનેજર સ્કેલ 3ના ઉમેદવારોની સેલેરી રૂ. 51,490 હશે.

યોગ્યતા

BE/ B.Tech કરનારા અને સંબંધિત ફીલ્ડનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે ફોર્મ ભરી શકે છે.

મહત્ત્વપૂર્ણ સૂચના

  • ઉમેદવારો માત્ર એક જગ્યા માટે અરજી કરી શકશે
  • ઉમેદવાર અરજી માટેની નિયત ફી છેલ્લી તારીખ પહેલાં ભરી દેશે ત્યાર પછી જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયેલી માનવામાં આવશે.
  • અરજી કરતાં પહેલાં, ઉમેદવારોને તેમની લાયકાતના આધારે પોસ્ટ પસંદ કરવાની રહેશે અને તે અનુસાર આવેદન ફોર્મ ભરવું.
  • ઈન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા માટે કોલ લેટર ઈમેલ દ્વારા આવશે.
X
State Bank of India invites applications to fill 477 vacancies, examinations to be held on October 20
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી