દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે 'સુપર સેવિંગ ડેઝ' નામની નવી ઓફર લઈને આવી છે. આ અંતર્ગત, ગ્રાહકોને 4થી 7 ફેબ્રુઆરી સુધીમાં SBI YONO તરફથી પેમેન્ટ કરવા પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
હોટલ બુકિંગ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ
SBI YONO દ્વારા સુપર સેવિંગ ડેઝમાં OYO બુકિંગ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ, જો ગ્રાહકોએ યાત્રા.કોમથી ફ્લાઇટ બુકિંગ કર્યું તો 10% ડિસ્કાઉન્ટ મળશે.
એમેઝોન પરથી શોપિંગ કર્યું તો 20% સુધીનું કેશબેક
ટેબ્લેટ્સ, ઘડિયાળો અને સેમસંગ મોબાઇલ પર 15% સુધીનાં ડિસ્કાઉન્ટની ઓફર છે. YONOના યુઝર્સને પેપરફ્રાય પરથી ફર્નિચર ખરીદવા પર 7% અને એમેઝોનથી ખરીદી કરવા પર 20% કેશબેક મળશે. અગાઉ, પ્રજાસત્તાક દિન નિમિત્તે બેંક એમેઝોન ગ્રેટ ઇન્ડિયન રિપબ્લિક ડે સેલ પણ લાવી હતી. SBIના જણાવ્યા અનુસાર, YONOના 34.5 લાખ યુઝર છે.
ફ્રી ITR ફાઇલ કરવાની સુવિધા
અગાઉ SBIની YONO એપ પર ફ્રીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા પણ આપવામાં આવી હતી. બેંકે YONO પર Tax2win સાથે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફ્રીમાં ફાઇલ કરવાનો ઓપ્શન આપ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.