SBIએ કોરોનાકાળમાં બમ્પર ભરતીની જાહેરાત કરી છે. બેંકે તેની વિવિધ શાખાઓ માટે ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટના પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી 5000 રેગ્યુલર અને બેકલોગના 237 પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસર આજે એટલે કે 27 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 17 મે સુધી અરજી sbi.co.in, bank.sbi/careers પર અરજી કરી શકશે.
યોગ્યતા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20થી 28 વર્ષની હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2021 સુધી કરવામાં આવશે.
મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 27 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 17 મે
સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન એક્ઝામ અને ઉમેદવારે પસંદ કરેલી ભાષાના પ્રદર્શન પ્રમાણે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
જનરલ/OBC/EWS- 750 રૂપિયા
SC/ST/PWD- કોઈ ફી નહિ
સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 17, 900 રૂપિયાથી 47,920 રૂપિયા સુધીની સેલરી મળશે.
આ રીતે અરજી કરો
આ પદો માટે અરજદાર 17 મે સુધી બેંકની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પરથી અરજી કરી શકે છે.
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
ઓનલાઈન એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.