નિર્ણય / સ્ટેટ બેંકે વ્યાજ દરમાં 0.05% ઘટાડો કર્યો, તમામ લોન સસ્તી થશે

State Bank has reduced the interest rate by 0.05%, all the loans will be cheaper

  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ સ્ટેટ બેંકે તમામ સમયગાળાની લોન પર આ ઘટાડો કર્યો
  • વ્યાજ દરમાં કરવામાં આવેલો આ ઘટાડો બુધવારથી લાગુ થઈ ગયો છે

Divyabhaskar.com

Jul 10, 2019, 04:54 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ મંગળવારે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી બેંકે તેની તમામ સમયગાળાની લોનમાં 0.05% ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર છે, જેની પર બેંકોને RBI પાસેથી લોન મળે છે.


બેંકે નિવેદન બહાર પાડતાં કહ્યું કે, નવા દર બુધવારથી લાગુ થઈ જશે. બેંકના જણાવ્યા અનુસાર, એક વર્ષ માટેની મુદત માટે લઘુત્તમ વ્યાજ દર 0.05% ઘટાડીને 8.40% કરવામાં આવ્યો છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં આ ઘટાડાને કારણે 10 એપ્રિલ 2019થી હોમ લોન પરના વ્યાજના દરમાં 0.20% ઘટાડો થઈ જશે.


6 જૂને RBIએ રેપો રેટ 0.25%થી ઘટાડીને 5.75% કરી દીધો હતો. RBIએ આ વર્ષે સતત ત્રીજીવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને આ દરમિયાન કુલ 0.75%નો ઘટાડો થયો છે.

X
State Bank has reduced the interest rate by 0.05%, all the loans will be cheaper
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી