ટેક ન્ચૂઝ:Nothing (1) નું પ્રી-બુકિંગ શરૂ, માત્ર 2000 રૂપિયામાં બુક કરાવો ફોન

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી સ્માર્ટફોન માર્કેટ કંપની Nothing પોતાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આજે રાત્રે 8:30 વાગ્યે એક ઇવેન્ટ દરમિયાન Nothing (1) સ્માર્ટફોન લોન્ચ કરશે. આગામી સ્માર્ટફોનની ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ સાથે જોડાયેલી વિગતો સામે આવી ચૂકી છે. એક લેટેસ્ટ લીકમાં અપકમિંગ ફોનના પ્રી-બુકિંગ વિશે માહિતી આપવામાં આવી છે. યૂઝર્સ 2000 રૂપિયામાં Nothing (1) સ્માર્ટફોન બુક કરાવી શકશે. ટિપસ્ટરે ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ બુકિંગ પેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં Nothing (1) સ્માર્ટફોનનું બુકિંગ બતાવવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ટ્રાન્સપરન્ટ ડિઝાઈન અને વાયરલેસ ચાર્જિંગ સાથે માર્કેટમાં ઉતરશે.

2,000 રૂપિયામાં થશે પ્રી-બુકિંગ
જાણીતા ટિપસ્ટર મુકુલ શર્માએ ફ્લિપકાર્ટ પેજનો સ્ક્રીનશૉટ શેર કરીને અપકમિંગ ફોનના બુકિંગ વિશે જાણકારી આપી છે. આ મુજબ યૂઝર્સ નાથિંગ (1) સ્માર્ટફોનને 2000 રૂપિયામાં બુક કરાવી શકે છે. આ સ્માર્ટફોન 12 જૂને લોન્ચ થશે, પરંતુ લીકમાં બુકિંગની છેલ્લી તારીખ 18 જૂન છે. કંપની 18 જૂન પહેલા યૂઝર્સ માટે પ્રી-બુકિંગનો વિકલ્પ બહાર પાડી શકે છે.

Nothing (1) ના સ્પેસિફિકેશન્સ
Nothing (1) સ્માર્ટફોન 6.55 ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે સાથે માર્કેટમાં ઉતરશે. યુઝર્સને 90 હર્ટ્ઝ સ્ક્રીન રિફ્રેશ રેટ મળશે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 ચિપસેટના સપોર્ટ અને ઇમ્પ્રૂવ્ડ ગ્રાફિક્સ માટે આગામી સ્માર્ટફોનને એડ્રેનો જીપીયુ સાથે ઓફર કરવામાં આવશે. યુઝર્સ દ્વારા બુકિંગ માટે 2000 રૂપિયાની ચુકવણી સ્માર્ટફોનની કિંમતમાં એડજસ્ટ થઈ જશે.

Nothing (1) ની ડિઝાઈન
આગામી સ્માર્ટફોનને પારદર્શક ડિઝાઇનમાં આપવામાં આવશે. નાથિંગે અગાઉ પારદર્શક ડિઝાઇનમાં પણ ઇયરબડ્સ રજૂ કર્યા હતા. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 ઓએસ પર ચાલશે. યુઝર્સને 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. નથિંગ (1)માં 4500mAhની બેટરી મળશે, જેમાં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે. યુઝર્સને વાયરલેસ ચાર્જિંગ સુવિધા પણ મળશે.

ટ્રિપલ કેમેરા સેટઅપ
કેમેરાની વાત કરીએ તો આવનારા ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. સ્માર્ટફોનમાં યૂઝર્સને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો મળશે. વીડિયો કોલ અને સેલ્ફી માટે તમને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. તે જ સમયે યુઝર્સને સુરક્ષા અને પ્રાઈવસી માટે બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.