• Gujarati News
  • Utility
  • Start Many New Programs For The Session 2021 22, Apply Before 31st July For This New Course From Astrology To Theater Art

સ્ટડી ઈન ઈગ્નુ:સેશન 2021-22 માટે ઘણા નવા પ્રોગ્રામ્સ શરુ, જ્યોતિષથી લઈને થિએટર આર્ટ સુધીના આ નવા કોર્સ માટે 31 જુલાઈ પહેલાં અપ્લાય કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈગ્નુએ UG,PG અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સમાં અમુક કોર્સ ઉમેર્યા છે
  • MA ઉર્દૂનાં ચાર વર્ષના કોર્સની ફી 12,600 રૂપિયા છે

નોકરિયાત લોકો કે પછી કોઈ કારણસર રેગ્યુલર શિક્ષણ ના મેળવી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડિસ્ટન્સ લર્નિંગ એક બેસ્ટ ઓપ્શન છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ઓપન, ડિસ્ટન્સ અને ઓનલાઈન મોડમાં UG,PG અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે.

એકેડમિક વર્ષ 202122 માટે ઈગ્નુએ UG,PG અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સમાં અમુક કોર્સ ઉમેર્યા છે. આ દરેક કોર્સની એપ્લિકેશન પ્રોસેસ હાલ ચાલુ છે. જો તમે ડિસ્ટન્સ લર્નિંગમાં પોતાને અપગ્રેડ કરવા ઇચ્છતા હોવ તો અહીં જણાવેલા કોર્સમાંથી કોઈ એક કોર્સ પસંદ કરી શકો છો.

MA ઈન જ્યોતિષ
ઇગ્નુએ આ વર્ષે જ્યોતિષમાં બે વર્ષનો માસ્ટર ઓફ આર્ટ્સ પ્રોગ્રામ શરુ કર્યો છે. આ માટે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. કોર્સની ફી 12,600 રૂપિયા છે. કોર્સ મટિરિયલ હિન્દી અને સંસ્કૃત એમ બંને ભાષામાં હશે. આ કોર્સમાં 40 ક્રેડિટ મળ્યા પછી વિદ્યાર્થીઓને એક્ઝિટ કરવાનો ઓપ્શન મળશે.

MA ઈન ઉર્દૂ
આ કોર્સનો સમય ચાર વર્ષનો છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉર્દૂ વાંચતા અને લખતા ફરજીયાત આવડવું જોઈએ. આ કોર્સ માટે વિદ્યાર્થીઓને દર વર્ષે 6,300 રૂપિયા આપવાના રહેશે. કોર્સનું કુલ ફી 12,600 રૂપિયા છે.

MA ઈન ડ્રોઈંગ એન્ડ પેન્ટિંગ
ઈગ્નુના સ્કૂલ ઓફ પર્ફોમિંગ એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા આ બે વર્ષના કોર્સની શરુઆત કરવામાં આવી છે. અભ્યાસક્રમ 4 વર્ષનો છે. આ કોર્સ માટે માત્ર જુલાઈ સેશનમાં જ એડમિશન મળશે. કોર્સની ફી 16, 500 રૂપિયા છે.

વેલ્યુ એજ્યુકેશનમાં ડીપ્લોમા
આ કોર્સ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોઝિટિવ મૂલ્યો વિશે જાણકારી આપવાનો છે. કોર્સની ફી 4000 રૂપિયા છે. મેક્સિમમ 3 વર્ષમાં આં કોર્સ પૂરો કરી શકાશે. આ કોર્સમાં એડમિશન લેવા માટે મિનિમમ કે મેક્સિમમ ઉંમર નક્કી કરેલી નથી.