તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSC JE 2019:સ્ટાફ સિલેક્શન કમિશને જુનિયર એન્જિનિયર પરીક્ષાની આન્સર કી બહાર પાડી, ઉમેદવારો 31 ડિસેમ્બર સુધી ઓબ્જેક્શન ફાઇલ કરાવી શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ SSC જુનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ક્વોન્ટિટી સર્વેઇંગ અને કોન્ટ્રાક્ટ) પેપર-1 2019ની આન્સર કી જાહેર કરી દીધી છે. SSC JE ભરતી પરીક્ષા પેપર-1 2019માં સામેલ થયેલા ઉમેદવારો આયોગની ઓફિશિયલ વેબસાઇટ પરથી આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

31 ડિસેમ્બર સુધીમાં ઓબ્જેક્શન ફાઇલ કરો
આયોગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, ઉમેદવારો જે આન્સરથી સંતુષ્ટ ન હોય તેઓ 31 ડિસેમ્બર 2020 સુધીમાં તેની સામે પોતાનું ઓબ્જેક્શન મોકલી શકે છે. ઓબ્જેક્શન ફક્ત ઓનલાઇન સ્વીકારવામાં આવશે. આ માટે ઉમેદવારોએ પ્રશ્ન-જવાબ દીઠ 100 રૂપિયા ઓનલાઇન ફી સબમિટ કરવાની રહેશે. 31 ડિસેમ્બરે સાંજે 6.00 વાગ્યા પછી અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા મોકલવામાં આવેલું ઓબ્જેક્શન સ્વીકારવામાં આવશે નહીં.

27થી 31 ઓક્ટોબર દરમિયાન પરીક્ષા લેવાઈ હતી
27થી 31 ઓક્ટોબર 2020 દરમિયાન દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર SSC JE પેપર-1 લેવામાં આવ્યું હતું. આન્સર કી જાહેર થયા બાદ હવે પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો પેપર-1 પરીક્ષામાં સફળ થશએ તેમને પેપર-2 પરીક્ષામાં સામેલ કરવામાં આવશે. પેપર-1 એક કમ્પ્યૂટર બેઝ્ડ એક્ઝામ હોય છે, જ્યારે પેપર-2 ડિસ્ક્રિપ્ટિવ ટાઇપ હશે.

કુલ 887 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
પરીક્ષા દ્વારા જુનિયર એન્જિનિયર-સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ક્વોલિટી સર્વેઇંગ એન્જ કોન્ટ્રાક્ટના 887 જગ્યાઓ પર ભરતી થવાની છે. SSC જુનિયર એન્જિનિયર (સિવિલ ઇજનેર, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ક્વોલિટી સર્વેઇંગ અને કોન્ટ્રાક્ટ) પરીક્ષા 2019 માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ 13 ઓગસ્ટ 2019થી શરૂ થઈ હતી, જે 12 સપ્ટેમ્બર 2019 સુધી ચાલુ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો