તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Staff Selection Commission Announces Results Of Junior Engineer Recruitment Examination, Marks Will Be Uploaded On The Website On January 13

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSC JE 2018:સ્ટાફ સિલેક્શન કમિશને જૂનિયર એન્જિનિયર ભરતી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું, 13 જાન્યુઆરીએ વેબસાઇટ પર માર્ક્સ અપલોડ થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ જૂનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ક્વોન્ટિટી સર્વે અને કોન્ટ્રાક્ટ) ભરતી પરીક્ષા 2018નું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દીધું છે. જે ઉમેદવારો પરીક્ષા આપી છે તેઓ SSCની ઓફિશિયલ વેબસાઇટ પર તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે. રિઝલ્ટ પેપર-2માં કટ ઓફ માર્ક્સના આધારે કમિશન દ્વારા પરિણામ જાહેર કરાયું છે. અગાઉ SSCએ જૂનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ક્વોન્ટિટી સર્વે અને કોન્ટ્રાક્ટ) પરીક્ષાનું પેપર-2નું રિઝલ્ટ જાહેર કર્યું હતું.

સિવિલ એન્જિનિયરની 3800 પોસ્ટ માટે વેરિફિકેશન થશે
રિઝલ્ટ જાહેર થયા પછી હવે કેન્ડિડેટ્સનાં ડોક્યૂમેન્ટ્સનું વેરિફિકેશન થશે, જેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. સિવિલ એન્જિનિયર પદ માટે કુલ 3800 ઉમેદવારોના ડોક્યૂમેન્ટ્સની ચકાસણી કરાશે અને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ક્વોન્ટિટી સર્વે અને કોન્ટ્રાક્ટ માટે 883 ઉમેદવારો પોતાનાં ડોક્યૂમેન્ટ્સનું વેરિફિકેશન કરાવશે. ભરતી પરીક્ષા દ્વારા 1840 ઉમેદવારોને જુદા-જુદા વિભાગોમાં જુનિયર એન્જિનિયરની જગ્યાઓ પર નિમણૂક માટે ભલામણ કરવામાં આવશે.

13 જાન્યુઆરીએ માર્ક્સ અપલોડ થશે
સિલેક્ટેડ અને નોન-સિલેક્ટેડ કેન્ડિડેટ્સની માર્ક્સની વિગતો વેબસાઇટ પર 13 જાન્યુઆરીએ અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો અહીંથી તેમના માર્ક્સ ચેક કરી શકે છે. ધ્યાનમાં રાખો કે આ સુવિધા 12 ફેબ્રુઆરી સુધી મળશે. ઉમેદવારો તેમના રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી તેમના માર્ક્સ ચેક કરી શકે છે.

રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ SSCની ઓફિશિયલ વેબસાઇટ nic.in પર જાઓ.
  • હોમ પેજ પર જૂનિયર એન્જિનિયર પરીક્ષા-2018 માટેની લિંક પર ક્લિક કરો.
  • ક્લિક કરતાં જ નવી ટેબમાં એક PDF ખૂલવા પર તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો.
  • હવે તમે તેને ડાઉનલોડ કરી શકો છો અથવા તેની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો અને તેને ભવિષ્ય માટે રાખી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser