• Gujarati News
  • Utility
  • Staff Selection Commission Announces Results Of CHSL Recruitment Exam, Tier 2 Exam To Be Held On February 14

SSC CHSL- 2019:સ્ટાફ સિલેક્શન કમિશને CHSL ભરતી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું, ટિયર-2ની પરીક્ષા 14 ફેબ્રુઆરીએ લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ SSC CHSL ભરતી પરીક્ષા-2019ના ટિર-1નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. કુલ 44,856 ઉમેદવારોએ CHSL ભરતી પરીક્ષાને ક્વોલિફાય કરી હતી. SSC CHSL ભરતી પરીક્ષા-2019માં સામેલ થયેલા ઉમેદવારો કમિશનની ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in પર જઇને ચેક કરી શકે છે.

કેટેગરી વાઇઝ કટઓફ માર્ક્ટ પણ બહાર પાડ્યા
જે ઉમેદવારોએ પરીક્ષા ક્લિયર કરી છે તેઓ ટાયર-2 ની પરીક્ષા આપી શકશે. રિઝલ્ટ સાથે કમિશને કેટેગરી વાઇઝ કટઓફ પણ જાહેર કર્યું છે. પ્રકાશિત થયેલી કેટેગરી મુજબના કટઓફ માર્ક્સ અનુસાર, જનરલ કેટેગરી માટે કટઓફ 159.52 રહ્યું છે. તેમજ, OBC કેટેગરીનું કટઓફ 156.10198 છે.

ટિયર-2ની પરીક્ષા 14 ફેબ્રુઆરીએ લેવાશે
કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, વ્યક્તિગત માર્ક્સ ઓફિશિયલ વેબસાઇટ પર 19 જાન્યુઆરી 2021ના ​​રોજ અપલોડ કરવામાં આવશે. આ માર્ક્સ કમિશનની વેબસાઇટ પર 18 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં, 18 ફેબ્રુઆરી 2021 પહેલાં ઉમેદવારોએ તેમના માર્ક્સ ડાઉનલોડ કરવાના રહેશે. આ ઉપરાંત, ફાઇનલ આન્સર કી 21 જાન્યુઆરી, 2021ના ​​રોજ અપલોડ કરવામાં આવશે. તેમજ, SSC CHSL ટિયર-2ની પરીક્ષા 14 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. જ્યારે SSC CHSL ભરતી પરીક્ષાની ટાયર-1 પરીક્ષા 17થી 19 માર્ચ 2020 અને 12થી 26 ઓક્ટોબર 2020 ની વચ્ચે લેવામાં આવી હતી.

કેટેગરી વાઇઝ કટઓફ માર્ક્સ​​​​​​​

અન-રિઝર્વ159.52448321*
SC136.10367566
ST127.32843557
OBC156.10212380
EWS149.98157074
ESM87.320363987
OH124.366608
HH81.0802575
BH123.7886535
અન્ય PWD74.32943253
​​​​​​​કુલ-------------44856
અન્ય સમાચારો પણ છે...