તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
SSC (સ્ટાફ સિલેક્શન કમિશન)એ SSC MTS 2021 ભરતી વિશે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન પ્રમાણે, ઉમેદવારો બેંક શાખાઓમાં બેંક ચલણનાં માધ્યમથી 5 અને 6 એપ્રિલ 2021એ પોતાની એપ્લિકેશન ફી જમા કરી શકે છે. જોકે આ ચલણ 25 માર્ચ 2021થી પહેલાં જનરેટ થયેલું હોવું જોઈએ.
21 માર્ચે અરજી કરવાની પ્રક્રિયાનો છેલ્લો દિવસ હતો
MTS (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ)ના પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 21 માર્ચે પૂરી થઈ છે. કમિશને કહ્યું કે 29 માર્ચે હોળીની રજા હોવાને કારણે ઉમેદવારોને ફી જમા કરાવવામાં તકલીફ પડી હતી. તેવામાં ઉમેદવારોની સમસ્યા જોઈને આ નિર્ણય લીધો છે. ઓફિશિયલ નોટિફિકેશન ssc.nic.in પર જોઈ શકાશે.
1 જુલાઈથી શરૂ થશે પ્રથમ ફેઝની પરીક્ષા
SSCએ ભારત સરકારના વિવિધ મંત્રાલયો/ વિભાગો/ રાજ્યોના વિવિધ કાર્યાલય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં MTS જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ Cના વિવિધ પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવાર 1 જુલાઈએ આયોજીત થનારી પ્રથમ ફેઝની ભરતી પરીક્ષામાં સામેલ થઈ શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.