• Gujarati News
  • Utility
  • SSB Head Constable Recruitment 2021: 115 Vacancies For Head Constable Posts, Sashastra Seema Bal Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:સશસ્ત્ર સીમા બળે હેડ કોન્સ્ટેબલની 115 જગ્યા પર ભરતી જાહેર કરી, એપ્લિકેશન પ્રોસેસ 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સની ઉંમર 18થી 25 વર્ષ હોવી જોઈએ
  • અરજી કરનારા ઉમેદવારનું સિલેક્શન ઇન્ટરવ્યૂ/ટેસ્ટને આધારે કરવામાં આવશે

સશસ્ત્ર સીમા બળ (SSB)એ હેડ કોન્સ્ટેબલ(મિનિસ્ટ્રીયલ)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 115 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 115

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય બોર્ડ/યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુટમાંથી ધોરણ 12 કે સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 18થી 25 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 24 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 22 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂ/ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
UR/EWS/OBC-100 રૂપિયા
SC/ST/એક્સ-સર્વિસમેન-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 22 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: