તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SpiceJet's Smashing Offer, Only Rs. Air Travel Can Be Done In 999, Check The Details Immediately

ઓફર:સ્પાઈસ જેટની ધમાકેદાર ઓફર, માત્ર રૂ. 999માં હવાઈ મુસાફરી કરી શકાશે, ફટાફટ ચેક કરો ડિટેઈલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઓફર અંતર્ગત 25 જૂનથી 30 જૂન સુધી ફ્લાઈટની ટિકિટ બુક કરાવી શકાશે
  • તેના માટે બુકિંગ 25 જૂનથી શરૂ થઈ ગયું છે જે 30 જૂન સુધી ચાલશે

કોરોનાકાળમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એરલાઈન કંપનીઓ મુસાફરોને આકર્ષવા માટે ઓછા ભાડમાં હવાઈ મુસાફરીની તક આપી રહી છે. જો તમે પણ અત્યારે મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા હોય તો સ્પાઈસ જેટ તમારા માટે ખાસ ઓફર લાવી છે. એરલાઈન તેના ‘મેગા મોનસૂન સેલ’ અંતર્ગત મુસાફરોને 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની સુવિધા આપી રહી છે. આ ઓફર 1 ઓગસ્ટ 2021થી 31 માર્ચ 2022 સુધી ટ્રાવેલ પિરિઅડ માટે છે. તેના માટે બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે જે 30 જૂન સુધી ચાલશે. આ અગાઉ દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો અને વિસ્તારાએ 1,099 રૂપિયામાં હવાઈ મુસાફરીના સેલની જાહેરાત કરી છે.

ડોમેસ્ટિક ફ્લાઈટ પર લાભ મળશે
આ સેલનો ફાયદો મુસાફરોને માત્ર ડાયરેક્ટ ડોમેસ્ટિક ફ્લાઈટ પર મળશે. સ્પાઈસ જેટની વેબસાઈટ પર ડાયરેક્ટ બુકિંગ કરવાથી Grofers, Mfine, Medibuddy, MobiKwik અને The PARK Hotels તરફથી સ્પેશિયલ ઓફરનો પણ ફાયદો મળશે. ટિકિટ બુકિંગ દરમિયાન તમને ફ્રી ફ્લાઈટ વાઉચર પણ મળશે જે 1000 રૂપિયા સુધીનું હશે. તે ટિકિટ બુકિંગના બેઝ અમાઉન્ટના બરાબર હશે. તેનો ફાયદો 1 ઓગસ્ટ 2021 બાદ ઉઠાવી શકાય છે.

ફ્રી ફ્લાઈટ વાઉચર પણ મળી રહ્યું છે
એરલાઈન અત્યારે ટિકિટ બુક કરવા પર ફ્રી ફ્લાઈટ વાઉચર પણ આપી રહી છે. તે મહત્તમ 1,000 રૂપિયા પ્રતિ PNR સુધીના મૂળ ભાડાની બરાબર રકમનું હશે. આ ફ્રી ફ્લાઈટ વાઉચરની વેલિડિટી એક જુલાઈથી 31 જુલાઈ સુધીની મુસાફરી અવધિ માટે છે.