કોરોના વાઇરસથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને હવે ગ્રાહકોને આકર્ષવા એરલાઇન કંપની સ્પાઇસજેટે તેના મુસાફરો માટે સ્પેશિયલ ઓફર કાઢી છે. કંપનીએ આ ઓફર હેઠળ 1 + 1 ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત દેશભરમાં અનેક શહેરોમાં મુસાફરી કરવા માટે ફક્ત બેઝિક ભાડું રૂ 899 આપવું પડશે. જો કે, આ ઓફર સિલેક્ટેડ શહેરો માટે જ છે. આ ઉપરાંત, કંપની ટિકિટ ખરીદવા પર મુસાફરોને ફ્રી ફ્લાઇટ વાઉચર પણ આપી રહી છે.
કંપનીએ આ ઓફર વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ફ્લાઇટ વાઉચરની કિંમત બુક કરાયેલ ટિકિટના બેઝિક ભાડાં જેટલી જ હશે. ગ્રાહક જ્યારે પણ આ સેલ ઓફર હેઠળ ટિકિટ બુક કરશે ત્યારે તેને બુકિંગ દીઠ મેક્સિમમ 2 હજાર રૂપિયાનું વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુક કરવા માટે કરી શકાશે. આ વાઉચર 15 ઓક્ટોબર 2020 સુધી માન્ય રહેશે.
મુસાફરો આવતા વર્ષ સુધી ટ્રાવેલિંગ કરી શકશે
કંપનીના જણાવ્યા અનુસાર, મુસાફરો 3-7 ઓગસ્ટ દરમિયાન આ સ્કીમ હેઠળ બુકિંગ કરાવી શકશે. આ અંતર્ગત મુસાફરો આવતા વર્ષે 31 માર્ચ સુધી મુસાફરી કરી શકશે. આ નોન-રિફંડેબલ ઓફર છે અને તેને કેશ માટે એક્સચેન્જ નહીં કરી શકાય. એરલાઇને વધુ મુસાફરો આકર્ષિત કરવા આ ઓફર હેઠળ ટિકિટ વાઉચર અલગથી આપવાની જાહેરાત કરી છે. આ સેલ હેઠળ હૈદરાબાદ- બેલગામ, અમદાવાદ-અજમેર (કિશનગઢ) રૂટ્સ સામેલ કરવામાં આવ્યા છે. રિટર્ન ટિકિટ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ છે.
મનપસંદ સીટ સિલેક્ટ કરવા માત્ર 149 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે
સ્પાઇસ જેટ તેની એડ ઓન સર્વિસ પર અટ્રેક્ટિવ ઓફર લઇને આવી છે. આ સેલ દરમિયાન તેનો લાભ લઈ ઉઠાવી શકાશે. મુસાફરોને તેમની પસંદગીની સીટ ફક્ત 149 રૂપિયામાં બુક કરવાની તક મળશે. આ સાથે મુસાફર પોતાની ચેક-ઇન પ્રાયોરિટી, મનપસંદ બોર્ડિંગ અને બેગ આઉટ વગેરે જેની સર્વિસ પણ ખરીદી શકશે. ગ્રાહકો 499 રૂપિયાના ભાવે SpiceMaxમાં અપગ્રેડ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.