સોશિયલ મીડિયા દ્વારા બિઝનેસ:લોકલ બિઝનેસને ડિજિટલ પ્લેટફોર્મ સાથે કનેક્ટ કરીને વ્યવસાયને વેગ આપો, જાણો તેની રીત અને ફાયદા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના અનિલ કુમાર મિશ્રા અવધપુરીમાં રહે છે. અહીં તેમણે એક ગોડાઉન તૈયાર કર્યું છે. જ્યાં તેઓ મંડીથી શાકભાજી ખરીદીને લાવે છે અને સ્ટોર કરે છે. આ ગોડાઉનમાં તેમની ઓફિસ છે. લોકડાઉનના સમયે લોકોને શાભાજીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેને ધ્યાનમાં રાખતા તેમને શાકભાજીની હોમ ડિલિવરીનો આઈડિયા આવ્યો. તેમને લોકોના ઘર સુધી શાકભાજી ડિલિવર કરવાનું વિચાર્યું.

તેના માટે તેમને સોશિયલ મીડિયા માર્કેટપ્લેસની મદદ લીધી. આજે તેમની દૈનિક આવક 20 હજાર રૂપિયાની આસપાસ છે. તેમની સાથે 14 લોકોની ટીમ છે. તમામ લોકોને 10 હજાર મહિનાનો પગાર આપે છે. ટૂંક સમયમાં તેઓ સોશિયલ મીડિયાની મદદથી ગ્રોસરીની ડિલિવરી પણ શરૂ કરશે.

શું હોય છે સોશિયલ મીડિયા માર્કેટપ્લેસ?
આજકાલ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને ગૂગલ પર માર્કેટપ્લેસના નામથી એક ટૂલ ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારી ગ્રોસરી, લોન્ડ્રી, શાકભાજી અને ફળ અને તમામ પ્રકારના લોકલ બિઝનેસને સરળતાથી જોડી શકે છે. માત્ર તમારે એટલું જણાવવાનું રહેશે કે શું વેચો છો અને તમારો ફોન નંબર શું છે? તે એરિયામાં જે લોકો તમારી પ્રોડક્ટથી સંબંધિત વસ્તુઓને સર્ચ કરશે, તે સમયે તમારો બિઝનેસ પણ શો થશે. કસ્ટમર ત્યાંથી ઓર્ડર પ્લેસ કરી શકે છે અથવા તમને કોલ કરી શકે છે.

આવી રીતે ભોપાલના રમેશે તેમના લોકલ બિઝનેસને વોકલ બનાવ્યો. આવી રીતે ભારતમાં લગભગ 10 લાખ લોકલ બિઝનેસ કોરોના બાદથી સોશિયલ મીડિયા માર્કેટપ્લેસથી જોડાઈને લોકલને વોકલ કરી રહ્યા છે.

જો તમે પણ કોઈ પ્રકારનો લોકલ બિઝનેસ કરો છો અને તેને લોકો સુધી પહોંચાડા માગો છો. તો આ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈને તમે પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે બિઝનેસને આ પ્લેટફોર્મ સાથે જોડી શકો છો?

આ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાઈને લોકલ બિઝનેસને પ્રમોટ કરી શકો છો
લોકો ગૂગલ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર પોતાનું પેજ બનાવીને પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકે છે. તેના માટે તમામ પ્લેટફોર્મના બિઝનેસ અકાઉન્ટની સુવિધા છે. તેના પર જઈને તમે પ્રોડક્ટની સંપૂર્ણ જાણકારી આપી શકો છો. જો કન્ઝ્યુમર પ્રોડક્ટ ખરીદી રહ્યો છો તો તેને સંપૂર્ણ જાણકારી મળી શકશે. તો જાણો સ્લાઈડ્સથી કેવી રીતે આપણે સોશિયલ મીડિયાની મદદથી પ્રોડક્ટને પ્રમોટ કરી શકીએ છીએ.

ફેસબુક પર માર્કેટિંગ અને બ્રાન્ડિંગ
ફેસબુક બે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. એક તો તેની એપ પર બિઝનેસ પેજ બનાવીને પોતાના લોકલ બિઝનેસનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરી શકો છો અને બીજું ફેસબુક માર્કેટપ્લેસ, જે એક પ્રકારનું માર્કેટ ટૂલ છે.

માર્કેટપ્લેસમાં જે લોકો ઓનલાઇન સેવાઓ આપી રહ્યા છે, તમે એ એરિયાની દરેક દુકાનોના લિસ્ટમાં સામેલ થઈ જશો. બંને કરો તો વધારે સારું છે.

વોટ્સએપ બિઝનેસ પણ કામની વસ્તુ છે
આજકાલ લોકો વોટ્સએપની મદદથી પોતાનો બિઝનેસ પ્રમોટ કરી શકે છે. આ માટે અમુક સ્ટેપ્સ ફોલો કરવાના છે.

ઇન્સ્ટાગ્રામ પર પણ આ સુવિધા અવેલેબલ છે
ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકની જેમ માર્કેટપ્લેસ ઓફર કરે છે. તેમાં ફેસબુક જેવી જ પ્રોસેસ છે.

ગૂગલ એડથી લોકલ બિઝનેસ પ્રમોટ કરો
ગૂગલ એડનો ઉપયોગ કરીને તમે લોકલમાં પોતાનો બિઝનેસ પ્રમોટ કરી શકો છો. ગૂગલ એડ વધારે લોકોને કવર કરે છે અને તેનાથી આરામથી તમને પોટેન્શિયલ કસ્ટમર મળી જાય છે.

કસ્ટમર અને સેલર બંને પ્રાઈવસીને લઈને સતર્ક રહો

  • સિનિયર ટેક્નોલોજી એક્સપર્ટ લલિત મિશ્રએ કહ્યું કે, કંપની બ્રાંડની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સુધી પહોંચવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. પરંતુ કંપનીની બ્રાંડની ઓળખ કે પછી તેને ચેક કરવા જેવી કોઈ વ્યવસ્થા નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો આરામથી ફોન નંબર કે નકલી ફેસબુક IDની મદદથી નકલી પેજ બનાવીને પ્રમોટ કરી શકે છે. તેની ફરિયાદ IT કાયદા હેઠળ કરી શકાય છે, એ પછી તે પેજને ડિએક્ટિવ પણ કરી શકાય છે. આ માટે કંપનીએ સોશિયલ મીડિયા પર નજર રાખવી જોઈએ.
  • એક્સપર્ટનું કહેવું છે કે, જો સોશિયલ મીડિયા કંપની ઈચ્છે તો AI ટેક્નોલોજીની મદદથી ઓરિજિનલ બ્રાંડ ઈમેજની ઓળખ કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે. બીજી સોશિયલ મીડિયા કંપની રજિસ્ટ્રેશન ઓફિસથી કંપનીઓને પોતાનો રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર આપી શકે છે.
અન્ય સમાચારો પણ છે...