તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Special Train Between Gandhidham Nagarkoil And Rajkot Coimbatore Will Run From April 25, Booking Will Start From April 13

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિયન રેલવે:25 એપ્રિલથી ગાંધીધામ-નાગરકોઈલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, 13 એપ્રિલથી બુકિંગ શરૂ થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે
  • બીજો આદેશ ન આવે ત્યાં સુધી 25 એપ્રિલ 2021થી સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહી છે. અવાર નવાર નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવાની જાહેરાત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને વધુને વધુ મુસાફરીના વિકલ્પો મળી રહે. આ શ્રેણીમાં, પશ્ચિમ રેલવેએ વધારાની વિશેષ ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે. આ સ્પેશિયલ ટ્રેનો ગાંધીધામ-નાગરકોઈલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે દોડશે. રેલવેએબુકિંગ તારીખ અને તે ક્યારે શરૂ થશે તે વિશેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે.

13 એપ્રિલથી બુકિંગ શરૂ થશે
પશ્ચિમ રેલવેએ આ વધારાની ટ્રેનોનું બુકિંગ 13 એપ્રિલથી શરૂ કરવા જઈ રહી છે. જો તમે પણ આ રૂટ પર મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમે નામાંકિત પીઆરએસ કાઉન્ટરો અને IRCTC દ્વારા કરી શકો છો. આ ટ્રેનો સ્પેશિયલ ભાડા પર આરક્ષણ ટ્રેનો તરીકે દોડશે.

25 એપ્રિલથી સંચાલન શરૂ થશે
મુસાફરોની સુવિધા માટે અને તેમની માગને પૂરી કરવા માટે રેલવેએ બીજો આદેશ ન આવે ત્યાં સુધી 25 એપ્રિલ 2021થી સુધી રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 06613 - રાજકોટ-કોઈમ્બતુર સાપ્તાહિક સ્પેશિયલ- દર રવિવારે રાજકોટથી સવારે 5.30 વાગે રવાના થશે અને બીજા દિવસે 21.30 વાગે કોઈમ્બતુર પહોંચશે. આગામી સૂચના ન આવે ત્યાં સુધી આ ટ્રેન 25 એપ્રિલ, 2021 સુધી દોડશે.

ટ્રેન નંબર 06614 - કોઈમ્બતુર- રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ- દર શુક્રવારે 00.15 વાગે કોઈમ્બતુરથી રવાના થશે અને બીજા દિવસે 17.50 વાગે રાજકોટ પહોંચશે. બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ ટ્રેન 23 એપ્રિલ 2021 સુધી દોડશે. ​​​​​​​

ટ્રેન નંબર 06335/06336 ગાંધીધામ-નાગરકોઈલ સાપ્તાહિક સ્પેશિયલ-
ટ્રેન નંબર 06335 - ગાંધીધામ-નાગરકોઈલ સાપ્તાહિક સ્પેશિયલ- દર શુક્રવારે ગાંધીધામથી 10.45 વાગે પ્રસ્થાન કરશે અને રવિવારે (બીજા દિવસે) 6.30 વાગે નાગરકોઈલ પહોંચશે. બીજો આદેશ નહીં આવે ત્યાં સુધી 30 એપ્રિલ સુધી દોડશે.

ટ્રેન નંબર 06336 - નાગરકોઈલ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ- દર મંગળવારે 14.45 વાગે નાગરકોઈલથી રવાના થશે અને ગુરુવારે (ત્રીજા દિવસે) 12 વાગે ગાંધીધામ પહોંચશે. બીજો આદેશ નહીં આવે ત્યાં સુધી આ ટ્રેન 27 એપ્રિલ 2021 સુધી દોડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો