તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Special FD Schemes Of SBI, HDFC, Bank Of Baroda And ICICI Bank Will End This Month.

કામની વાત:SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FD સ્કિમ આ મહિને સમાપ્ત થઈ જશે, વહેલી તકે રોકાણ કરીને મેળવો વધુ વ્યાજ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

SBI,HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડાએ સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FD શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કિમ 30 જૂન 2021ના રોજ પૂરી થઈ રહી છે. આ સ્કિમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે સિનિયર સિટીઝન છો અને તમને FD કરતાં વધારે વ્યાજ જોઈતું હોય તો તેમાં આ મહિને રોકાણ કરી શકો છો.

HDFC બેંકની સિનિયર સિટીઝન કેર સ્કિમ
HDFC બેંકે સિનિયર સિટીઝન માટે ‘સિનિયર સિટીઝન કેર FD’ નામની સ્કીમ શરુ કરી છે. બેંક પ્રમાણે વરિષ્ઠ નાગરિકને 5 વર્ષથી વધારે અને 10 વર્ષના સમયગાળાની FD પર સામાન્ય ગ્રાહકને મળતા વ્યાજ કરતાં 0.75 ટકા વ્યાજ વધારે મળશે. 5 વર્ષની જમા રકમ પર અન્ય કરતાં 0.50 ટકા વ્યાજ વધારે મળશે. અત્યારે HDFC બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.50% મહત્તમ વ્યાજ આપી રહી છે, આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર 6.25% મહત્તમ વાર્ષિક વ્યાજ મળશે.

SBI પણ વધારે વ્યાજ આપી રહી છે
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ થોડા દિવસ પહેલા સિનિયર સિટીઝન માટે SBI વીકેર નામથી નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકો વધારે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમ રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમાં સિનિયર સિટિઝનને સામાન્ય FDથી મળતા વ્યાજ કરતા 0.80 % વધારે વ્યાજ મળશે. નક્કી સમયગાળામાં આ સ્કિમમાં રજિસ્ટર કરનાર ગ્રાહકોને ફાયદો મળશે. અત્યારે SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે.

ICICI બેંકની ગોલ્ડન યર્સ FD સ્કીમ
ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ‘ગોલ્ડન યર્સ FD’ નામની એક ખાસ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરનારાને સામાન્ય FD કરતાં 0.80 ટકા વ્યાજ વધારે મળશે. અત્યારે ICICI બેંક 5થી વધારે અને 10 વર્ષ સુધીની અવધિની FD પર સૌથી વધારે વ્યાજ 5.50% વ્યાજ આપી રહી છે. એટલે કે હવે વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમ અંતર્ગત મહત્તમ 6.30% વ્યાજ મળશે. આ સ્કીમ 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી માટે 2 કરોડ રૂપિયા સુધીના જમા પર લાગુ થશે. આ સ્કીમ નવી FDની સાથે જૂની FDને રિન્યુ કરાવવા પર પણ લાગુ થશે. આ સ્કીમ પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે.

બેંક ઓફ બરોડા 1% વધારે વ્યાજ આપી રહી છે
બેંક ઓફ બરોડા સ્પેશિયલ ઓફર અંતર્ગત 5 વર્ષથી વધારે અને 10 વર્ષ સુધીના સમયગાળાની FD પર બેંક સિનિયર સિટીઝનને જૂન 2021 સુધી 1% વધારે વ્યાજ આપી રહી છે. બેંક ઓફ બરોડામાં સિનિયર સિટીઝન માટે આ સમયે FD પર 3.30થી લઈને 6.25% સુધી વાર્ષિક વ્યાજ લાગુ છે.