તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2020ના લગભગ આખા વર્ષ દરમિયાન લોકજીભે સૌથી વધુ ચર્ચાયેલો શબ્દ નિઃશંકપણે કોરોનાવાઇરસ જ હોય. પરંતુ ગૂગલે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારતીયોએ કોરોનાવાઇરસ કરતાં પણ IPL વિશે વધારે સર્ચ કર્યું હતું. દરઅસલ, ગૂગલે પોતાની દર વર્ષની ટ્રેડિશન પ્રમામે 'યર ઇન સર્ચ' નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં તેમણે પોતાના પ્લેટફોર્મ પર આ વશે સૌથી વધુ શું સર્ચ થયું તેની અલગ અલગ કેટેગરીઓની યાદી આપી છે.
તે પ્રમાણે ભારતીયોએ ઑવરઓલ સર્ચમાં સૌથી વધુ IPL વિશે સર્ચ કરેલું. કોરોનાવાઇરસ ત્યારપછીના બીજા ક્રમે આવ્યું હતું. એ પછી US ઇલેક્શન રિઝલ્ટ્સ, PM કિસાન યોજના, બિહાર ઇલેક્શન રિઝલ્ટ્સ, દિલ્હી ઇલેક્શન રિઝલ્ટ્સ, દિલ બેચારા, જો બાઇડન, લીપ ડે અને અર્નબ ગોસ્વામી વિશે સર્ચ માર્યું હતું.
'મારી નજીક દારૂની દુકાન ક્યાં છે?'
લૉકડાઉન વખતે ભલભલા લોકોને ખાવાના ફાંફા પડી ગયા હતા. તેની અસર સર્ચ પર પણ દેખાઈ છે. 'નિઅર મી' ફીચરમાં પોતાની નજીકમાં ફૂડ શેલ્ટર ક્યાં છે તે લોકોએ સૌથી વધુ સર્ચ કરેલું. પોતાની નજીકમાં કોવિડ ટેસ્ટ ક્યાં થાય છે, ફટાકડાની અને દારૂની દુકાનો ક્યાં છે, અને રાત્રે ક્યાં સૂવા માટેનાં શેલ્ટર ક્યાં છે, ગ્રોસરી સ્ટોર, બ્રોડબેન્ડ કનેક્શન ક્યાં છે તેવું પણ લોકોએ સર્ચ મારેલું.
'ડલગોના કૉફી કેવી રીતે બનાવવી?'
'હાઉ ટુ' પ્રકારની સર્ચંમાં લોકોએ લોકડાઉનમાં ઘેરબેઠાં પનીર કઈ રીતે બનાવવું, ઇમ્યુનિટી કઈ રીતે વધારવી, ડલગોના કૉફી કઈ રીતે બનાવવી, PAN કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું અને ઘરે સેનિટાઇઝર કઈ રીતે બનાવવું તેની રીત ગૂગલને પૂછી હતી.
દિલ બેચારા અને સ્કેમ 1992નો દબદબો
બૉલિવૂડ માટે આ વર્ષ તદ્દન બુંદિયાળ સાબિત થયું. પરંતુ થિયેટરમાં નહીં તો OTT પ્લેટફોર્મ્સ પર પણ ફિલ્મો રિલીઝ થઈ હતી. આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલી ફિલ્મોમાં અનુક્રમે દિલ બેચારા, સૂરારાઈ પોત્તરુ (દક્ષિણના અભિનેતા સૂર્યાની તમિળ ફિલ્મ), તાન્હાજી, શકુંતલા દેવી, ગુંજન સક્સેના, લક્ષ્મી, સડક 2, બાગી 3, એક્સ્ટ્રેક્શન અને ગુલાબો સિતાબો સામેલ હતી.
લૉકડાઉનમાં ઘરમાં પુરાયેલા લોકોએ મન ભરીને ટેલિવિઝન સિરિયલો અને વેબ સિરીઝો જોઈ હતી. નેટફ્લિક્સ પર આવેલી સ્પેનિશ ક્રાઇમ ડ્રામા સિરિયલ મની હાઇસ્ટ સૌથી વધુ સર્ચ થઈ હતી. જ્યારે ત્યાર પછી હર્ષદ મહેતાની સ્ટોરી પર બનેલી 'સ્કેમ 1992' સિરિયલ બીજા ક્રમની સૌથી વધુ સર્ચ થયેલી સિરિયલ બની હતી. ત્યાર બાદ બિગ બૉસ 14, મિર્ઝાપુર 2, પાતાલ લોક, સેક્સ એજ્યુકેશન, બ્રીધ-2, ડાર્ક, બંદિશ બેન્ડિટ્સ અને સ્પેશિયલ ઑપ્સ સર્ચ થઈ હતી.
કોરોના નહીં, IPL સૌથી મોટી ઘટના, સુશાંતનું મોત ટૉપ ટેનમાં પણ નહીં
આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલી ઘટનાઓમાં પણ કોરોના નહીં, બલકે IPL ટૉપ પર રહ્યું. ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયેલી ઘટનાઓમાં અનુક્રમે IPL, કોરોનાવાઇરસ, અમેરિકાની ચૂંટણી, નિર્ભયા કેસ, બૈરુતનો પ્રચંડ બ્લાસ્ટ, લૉકડાઉન, ભારત-ચીનની અથડામણ, ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં ભડકેલો દાવાનળ, તીડના હુમલા અને રામ મંદિરનો સમાવેશ થતો હતો.
આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલી વ્યક્તિઓમાં જો બાઇડન, અર્નબ ગોસ્વામી, કનિકા કપૂર, કિમ જોંગ ઉન, અમિતાભ બચ્ચન, રાશિદ ખાન, રિયા ચક્રવર્તી, કમલા હેરિસ, અંકિતા લોખંડે અને કંગના રણૌત સૌથી વધુ સર્ચ થઈ હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.