જ્યારે તમે બજારમાં જતા હોવ ત્યારે તમે બુક સ્ટોર્સ જોયા હશે, જે થોડા અંતરે આવેલા છે. શું તમે ક્યારેય પુસ્તકોનું ઘર જોયું છે? સ્પેનના ઉત્તર-પશ્ચિમમાં આવેલું ઉરુણના ગામ બિલકુલ એવું જ છે. આ ગામ તદ્દન જુદું જ છે. વર્લ્ડ બુક ડે પર આજે જાણો ઉરુણના ગામમાં શું છે વિશેષ?
અહીંની વસ્તી માત્ર 100 લોકોની છે અને તેમાંથી માત્ર 9 વિદ્યાર્થીઓ જ શાળામાં અભ્યાસ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ નાનકડા ગામમાં 11 બુકશોપ છે. લોકોએ પુસ્તકોના મકાનો બનાવ્યા છે. ખરબચડા રસ્તા અને 12મી સદીની ઇમારતોની વચ્ચે વસેલા આ ગામમાં જો કોઈ દુકાન હોય તો તે માત્ર એક બુકશોપ છે.
પ્રવાસીઓને આ ગામ પ્રત્યે છે વિશેષ લાગણીઓ
અહીં ફરવા આવતા તમામ પ્રવાસીઓ પુસ્તક વાંચ્યા વગર આ સ્થળેથી જતા નથી. નવાઈની વાત એ છે કે આ ગામની સુંદર પહાડીઓ પર સૂર્યમુખી અને જવના પાકને જોવા કરતાં પુસ્તકોની આ દુનિયા જોઈને પ્રવાસીઓ વધુ ચોંકી જાય છે. આ ગામમાંથી પસાર થતા પ્રવાસીઓ પણ પુસ્તકો વાંચીને આગળ વધતાં અહીં જ અટકી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.