• Gujarati News
  • Utility
  • Sovereign Gold Bonds Can Be Purchased From May 11 To May 15. If You Apply Online, You Will Get A Discount Of Rs 50 Per Gram

રોકાણ:11મેથી 15મે સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકાશે, ઓનલાઇન એપ્લિકેશન કરી તો ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોવરેન ગોલ્ડ બોન્ડ એક ગવર્મેન્ટ બોન્ડ હોય છે
  • તેને ડીમેટ રૂપમાં ટ્રાન્સફર કરી શકાય છે

નાણાકીય વર્ષ 2021માં સોવરેન ગોલ્ડ બોન્ડની બીજી સિરીઝ સોમવારથી રોકાણ માટે ખૂલી રહી છે. તેમાં 11મેથી 15મે દરમિયાન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે. આ અંતર્ગત પ્રતિ ગ્રામ સોનાની કિંમત 4,590 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેઓ આ બોન્ડ માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા માગતા હોય અને તેના માટે ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે અને તે શા માટે રોકાણનો વધુ સારો વિકલ્પ છે.

6 વખત સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા

સરકારે આગામી 6 મહિનામાં 20 વાર એટલે કે 20 એપ્રિલથી 4 સપ્ટેમ્બર દરમિયાન સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ મહિનામાં એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર થઈ ચૂક્યા છે. સરકારે 20થી 24 એપ્રિલ દરમિયાન પહેલી સિરીઝ લોન્ચ કરી હતી. આ અંતર્ગત ગ્રામ દીઠ સોનાની કિંમત 4,639 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આને બેંકો અને મોટી પોસ્ટ ઓફિસથી ખરીદી શકાશે.

રોકાણ માટે સારો ઓપ્શન

જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ ફિઝિકલ ગોલ્ડ ખરીદવા કરતાં વધુ સારું છે. જ્યારે તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદો ત્યારે તમે સોનાની કિંમત તો ચૂકવશો જ પણ સાથે તેનો મેકિંગ ચાર્જ પણ ચૂકવો છો. તમે સોનાના ભાવ પર ત્રણ ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ પર પાંચ ટકા જીએસટી પણ ચૂકવો છો. આનાથી સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ પર કોઈ જીએસટી લાગતો નથી. તે બોન્ડ હોવાથી તેના પર કોઈ મેકિંગ ચાર્જ પણ લાગતો નથી.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહીં

જ્યારે તમે સોનાના સિક્કા અથવા સોનાના ઘરેણાં ખરીદો છો ત્યારે તમને તેની શુદ્ધતા વિશે શંકા થઈ શકે છે. આ સાથે તેને હંમેશાં સાથે રાખવું પણ સલામત માનવામાં નથી આવતું. પરંતુ સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBREA) દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત, તેને ડીમેટ સ્વરૂપમાં રાખી શકાય છે, જે એકદમ સલામત છે અને તેની પાછળ કોઈ ખર્ચ પણ થતો નથી.

ઇશ્યૂ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે

સોવરેન ગોલ્ડ બોન્ડ ઇશ્યૂના ભાવ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ નાણા દર 6 મહિને આપમેળે તમારા ખાતામાં જમા થાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફ પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો એક ફાયદો એ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેનાથી થતા નફા પર કોઈ કર લાગતો નથી. આ ઉપરાંત, દર છ મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

1 ગ્રામથી 4 કિલો સુધીનું સોનું ખરીદી શકાય છે

એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલો છે. કોઈ નાણાકીય વર્ષમાં 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે આ બોન્ડમાંથી બહાર નીકળવા માહતા હો તો 5 વર્ષ પછી નીકળી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડ લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.