• Gujarati News
  • Utility
  • Sovereign Gold Bond Will Have The Opportunity To Invest Money From Tomorrow, 1 Gram Of Gold Will Be Available At Rs 4,790

સોનામાં રોકાણની સોનેરી તક:આજથી ફરીથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક મળશે, ગ્રામ દીઠ 4,790 રૂપિયામાં સોનું મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ 2021-22ની 5મી સિરીઝનું વેચાણ આજથી એટલે કે 9 ઓગસ્ટથી શરૂ થશે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે તેના માટે ગ્રામ દીઠ 4,790 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. ઓનલાઈન અપ્લાય કરવાથી અને ડિજિટલ પેમેન્ટ કરવા પર ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે તમારે 10 ગ્રામ સોના માટે 47,400 રૂપિયા આપવા પડશે.

6 સિરીઝમાં જાહેર થશે સોવરેન ગોલ્ડ બોન્ડ
કેન્દ્રીય નાણા મંત્રાલયના અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે 6 હપ્તામાં જાહેર કરવામાં આવશે. તેમાંથી 4 સિરીઝ જાહેર થઈ ગઈ છે. તેની છઠ્ઠી અને છેલ્લી સિરીઝ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રોકાણ માટે ખુલશે.

માર્કેટમાં ગોલ્ડ બોન્ડ કરતા સસ્તુ સોનું
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશનની વેબસાઈટના અનુસાર, 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 47,647 રૂપિયા પહોંચી ગયો છે. એટલે કે સોવરેન બોન્ડનો ભાવ આ વખતે સોના કરતાં થોડો વધારે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં 10 ગ્રામ સોનાની કિંમત 47,900 રૂપિયા છે. જો કે આ અંતર ઘણું ઓછું છે.

એક વર્ષમાં 60 હજાર સુધી સોનું જઈ શકે છે
IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ (કમોટિડી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, અર્થવ્યવસ્થાને સુધરવામાં હજી સમય લાગશે. જ્યાં સુધી અર્થવ્યવસ્થા નહીં સુધરે, સોનું સૌથી વધારે રિટર્ન આપશે. તેના કારણે આગામી 1 વર્ષમાં સોનું 60 હજારને પાર થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે.

અહીં જાણો સોવરેન ગોલ્ડ બોન્ડ સાથે સંબંધિત ખાસ બાબતો

પહેલા સમજો સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું હોય, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે SEBIના અધિકૃત બ્રોકરને ઇશ્યુ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતામાં જમા થઈ જાય છે. એટલે કે 48,070 રૂપિયાના રોકાણ પર દર વર્ષે 1,215 રૂપિયા અને 8 વર્ષમાં કુલ 10,630 રૂપિયા વ્યાજ તરીકે મળશે. જો કે, તેના પર સ્લેબના હિસાબથી ટેક્સ ચૂકવવો પડશે.

આ સિરીઝમાં મહત્તમ કેટલું રોકાણ કરી શકાય છે?
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યુનો બોન્ડ ખરીદી શકાય છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે.

8 વર્ષનો તેનો મેચ્યોરિટી પિરિઅડ હોય છે
બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે, પરંતુ રોકાણકારોને 5 વર્ષ બાદ બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે પૈસા ઉપાડવા માગો છો તો 5 વર્ષ બાદ ઉપાડી શકો છો. NSEના અનુસાર, લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ આ સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરી શકાય છે. તે સિવાય આ બોન્ડ NSE પર ટ્રેડ પણ કરે છે.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહીં
સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે. આ સાથે જ તેને ડીમેટ રૂપમાં રાખવામાં આવી શકે છે, જે એકદમ સુરક્ષિત છે અને કોઈ ખર્ચ પણ નથી થતો.

કેટલો ટેક્સ આપવો પડે છે
સોવરેન 8 વર્ષની મેચ્યોરિટી પિરિયડ પછી તેના લાભ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તેના લાભ પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) ટેક્સ લાગે છે. LTCG પર 20.80% ટેક્સ લાગે છે. તેમાં સેસ પણ સામેલ છે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે
RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL)નાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બોન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

આ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL),પસંદગીના ડાકઘરો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) દ્વારા વેચવામાં આવશે.