રોકાણની તક:આજથી સસ્તું સોનું ખરીદવાની તક, ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમમાં 1 ગ્રામ સોનાની કિંમત 5109 રૂપિયા છે
  • છેલ્લા 6 વર્ષમાં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 82%નું રિટર્ન મળ્યું

રશિયા યુક્રેન યુદ્ધને કારણે સોનાની કિંમતમાં વધારો થયો છે. એક્સપર્ટના મત પ્રમાણે ભવિષ્યમાં પણ આ તેજી રહેશે. જો તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં પૈસા રોકી શકો છો. 2021-22ની સ્કીમ હેઠળ 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી સોનામાં રોકાણ કરી શકાશે.

આ વખતે સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ માટે પ્રતિ ગ્રામની કિંમત 5109 રૂપિયા રાખી છે. ઓનલાઈન અરજી કરવા પર અને ડિજિટલ પેમેન્ટ પર તમને પ્રતિ ગ્રામે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અર્થાત 1 ગ્રામ સોનાની કિંમત 5059 રૂપિયા રહેશે.

RBI આ બોન્ડ જાહેર કરે છે
RBI આ બોન્ડ ભારત સરકાર વતી જાહેર કરે છે. RBIના જણાવ્યા અનુસાર, બોન્ડની કિંમત 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા 3 વર્કિંગ ડેઝમાં સરેરાશ બંધ ભાવ (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત) મૂલ્ય પર આધારિત છે. ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા લોકોને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતામાં જમા થઈ જાય છે. જો કે, તેના પર સ્લેબના હિસાબથી ટેક્સ ચૂકવવો પડે છે.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહિ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે. આ સાથે જ તેને ડીમેટ રૂપમાં રાખવામાં આવી શકે છે, જે એકદમ સુરક્ષિત છે અને કોઈ ખર્ચ પણ નથી થતો.

આટલો ટેક્સ આપવો પડશે
સોવરેન 8 વર્ષની મેચ્યોરિટી પિરિયડ પછી તેના લાભ પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ પછી પૈસા ઉપાડો છો તો તેના લાભ પર LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) ટેક્સ લાગે છે. LTCG પર 20.80% ટેક્સ લાગે છે. તેમાં સેસ પણ સામેલ છે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે
RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, SHCIL (સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)નાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બોન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

છેલ્લા 6 વર્ષમાં 82%નું રિટર્ન
2015-16માં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ લોન્ચ થઈ હતી. તે સમયે 1 ગ્રામ સોનાની કિંમત 2684 રૂપિયા હતી. તેના પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું અર્થાત કિંમત ઘટીને 2634 રૂપિયા થઈ ગઈ હતી. હાલની સિરીઝમાં સોનાનો ભાવ 4765 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ સાથે તેની કિંમત હવે 4791 રૂપિયા છે. અર્થાત આ સ્કીમે છેલ્લા 6 વર્ષમાં 82%નું રિટર્ન મળ્યું છે.