તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Southern Railway Has Announced Recruitment For 3322 Posts Of Trade Apprentice, 10th Standard Pass Candidates Will Also Be Able To Apply Till June 30.

સરકારી નોકરી:દક્ષિણ રેલવેએ ટ્રેડ અપ્રેન્ટિસના 3322 પોસ્ટ પર ભરતી બહાર પાડી, 10મું ધોરણ પાસ ઉમેદવારો પણ 30 જૂન સુધી અપ્લાય કરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ રેલવેએ ટ્રેડ અપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટેની સૂચના જાહેર કરી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા ફિટર, વેલ્ડર, પેઇન્ટર સહિત કુલ 3322 પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ પર ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ 30 જૂન સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો www.sr.indianrailways.gov.in પર જઇે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

પોસ્ટ્સની સંખ્યા- 3322
એલિજિબિલિટી

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ 10મું અને 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઇએ. આ સિવાય ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ (NCVTથી માન્ય) પણ હોવું જોઈએ. પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત વિશે વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી લેવું.

વયમર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. વય છૂટછાટ સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

એપ્લિકેશન ફી
જનરલ - 100 રૂપિયા
SC, ST અને મહિલા - કોઈ ફી નહીં

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો આ પોસ્ટ્ માટે ઓફિશિયલ વેબસાઇટ www.sr.indianrailways.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...