નવી પહેલ:સોનુ સુદે 'કવરેજ' એપ લોન્ચ કરી, કહ્યું- આ એપ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને વેક્સિન રજિસ્ટ્રેશન માટે જરૂરી સહાય પૂરી પાડશે

4 મહિનો પહેલા
  • 'કવરેજ' વેક્સિન રજિસ્ટ્રેશનની રૂરલ-સ્પેસિફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સહાય પૂરી પાડશે
  • સુદે આગળ જણાવ્યું કે, ભારતમાં કોરોનાની વિરુદ્ધ લડાઈ માટે વેક્સિનેશનની જરૂરિયાત છે

એક્ટર સોનુ સુદે તાજેતરમાં એક એપ લોન્ચ કરી છે, જેનું નામ 'કવરેજ' (Cov-Reg) છે. 'કવરેજ'ના માધ્યમથી, જે લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે, તે લોકો માટે આ એપ મદદરૂપ સાબિત થશે. રૂરલ એરિયામાં લોકોના મનમાં વેક્સિનને લઈને ડર છે, જે લોકો વેક્સિન લેવા માગે છે તેમને રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આ જ કારણ છે કે સોનુએ આ એપ લોન્ચ કરી છે.

સુદે 'કવરેજ' વિશે વાત કરી
આ વિશે વાત કરતાં સુદે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, 'કવરેજ' વેક્સિન રજિસ્ટ્રેશનની રૂરલ-સ્પેસિફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સહાય પૂરી પાડે છે. તે રજિસ્ટ્રેશનને આગળ વધારવામાં મદદ કરશે.

સોનુએ કોરોનાની વિરુદ્ધ લડાઈ જીતવા માટે 'કવરેજ' શરૂ કરી
સુદે આગળ જણાવ્યું કે, ભારતમાં કોરોનાની વિરુદ્ધ લડાઈ માટે વેક્સિનેશનની જરૂરિયાત છે. રૂરલ ઈન્ડિયા કોરોના મહામારીનો સામનો કરવા માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યું છે અને હવે તેને વેક્સિન રજિસ્ટ્રેશન કરવામાં પણ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી 'કવરેજ' ગ્રામીણ ભારતની સમજના આધારે બનાવવામાં આવી છે અને તેની જરૂરિયાતોને મહિનાઓ સુધી ઓન-ગ્રાઉન્ડ વર્ક દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવી છે.

1999માં સોનુએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
સોનુ સુદે છેલ્લા 14-15 વર્ષ મહિના દરમિયાન હજારો લોકોને આગળ લાવવા અને જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે પ્રેરિત કર્યા છે. મે 2020માં કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને તેમની ઘર વાપસી માટે બસો, ખાસ ટ્રેનો અને ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરીને તેમને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી.

સોનુ સુદના ફિલ્મી કરિયરની શરૂઆત 1999માં તમિલ ફિલ્મ 'કલ્લજાગર' અને 'નેન્જિનીલે' થી કરી હતી. 2000માં તેલુગુ સિનેમા અને 2002માં હિન્દી સિનેમામાં સોનુએ એક્ટિંગની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...