• Gujarati News
  • Utility
  • Social Media Couple Challenge, More Than 3 Million Posts With This Hashtag, Expert Says It Threatens Privacy

સાઈબર એક્સપર્ટની સલાહ:સોશિયલ મીડિયા કપલ ચેલેન્જ, આ હેશટેગથી 30 લાખથી વધુ પોસ્ટ, એક્સપર્ટે કહ્યું- તેનાથી પ્રાઈવસીને ખતરો

જયપુરએક વર્ષ પહેલા
હેશટેગના કારણે સરળતાથી એ વિષયના દુનિયાભરના ફોટો દેખાય છે. આ સાથે કોઈ પણ વ્યક્તિ એ ફોટો ડાઉનલોડ કરી શકે છે અથવા સ્ક્રીન શોટ પણ લઈ શકે છે. - Divya Bhaskar
હેશટેગના કારણે સરળતાથી એ વિષયના દુનિયાભરના ફોટો દેખાય છે. આ સાથે કોઈ પણ વ્યક્તિ એ ફોટો ડાઉનલોડ કરી શકે છે અથવા સ્ક્રીન શોટ પણ લઈ શકે છે.
  • સાઈબર એક્સપર્ટની સલાહ- અંગત માહિતી અને ફોટો શેર કરવાથી બચો
  • ડેટિંગ વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ બનાવવા મોર્ફ્ડ ઈમેજનો ઉપયોગ થઈ શકે છે

સાડી ચેલેન્જ, ટેન યર ચેલેન્જ અને ટ્વેન્ટી યર ચેલેન્જ પછી સોશિયલ મીડિયામાંઆજકાલ કપલ ચેલેન્જની ધૂમ છે. લોકો #CoupleChallenge હેઠળ સોશિયલ મીડિયામાં પોતાના પાર્ટનર સાથે ફોટો શેર કરે છે. આ હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર શનિવાર સાંજ સુધી 30 લાખથી વધુ પોસ્ટ થઈ ચૂકી છે. આ પ્રકારના ફોટો શેર કરનારામાં યુવાનો, કર્મચારીઓ, વેપારીઓથી લઈને દરેક વર્ગના લોકો સામેલ છે. આ મોટા ભાગની પોસ્ટ પબ્લિક સેટિંગ્સ પર પબ્લિક મોડ પર હેશટેગનો ઉપયોગ કરીને પોસ્ટ કરાય છે. હેશટેગના કારણે સરળતાથી એ વિષયના દુનિયાભરના ફોટો દેખાય છે. આ સાથે કોઈ પણ વ્યક્તિ એ ફોટો ડાઉનલોડ કરી શકે છે અથવા સ્ક્રીન શોટ પણ લઈ શકે છે.

જયપુરના સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ આયુષ ભારદ્વાજ કહે છે કે આ ફોટો પર ઈમેજ મોર્ફિંગનો સૌથી મોટો ખતરો છે. ઈમેજ મોર્ફિંગથી કોઈ પણ વ્યક્તિનો ચહેરો કે બાકીના શરીરમાં ફેરફાર કરીને નવો ફોટો બનાવી શકાય છે. સાઈબર ગુનેગારો આ મોર્ફ્ડ ઈમેજનો ઉપયોગ ડેટિંગ સાઈટ કે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ્સ બનાવવા કરે છે. આ ફેક એકાઉન્ટ્સના માધ્યમથી લોકો સાથે ઠગાઈ થાય છે. મોર્ફ્ડ ઈમેજના ગુનામાં સૌથી વધુ ભોગ મહિલાઓ બને છે. આ પ્રકારના એકાઉન્ટ્સથી જુદા જુદા પ્રકારે છેતરપિંડી થાય છે. આ જ કારણસર સોશિયલ મીડિયા કંપનીઓ છેલ્લાં કેટલાંક વર્ષથી ફેસ રેકગ્નિશન અલ્ગોરિધમ પર કામકરે છે. એક સપ્તાહથી સોશિયલ મીડિયામાં કપલ ચેલેન્જની દેખાદેખી જોવા મળે છે.

આ રીતે બચાવો પ્રાઈવસી: પ્રોફાઈલ પિક્ચર પર પ્રોફાઈલ ગાર્ડ લગાવો

  • સોશિયલ મીડિયામાં અંગત માહિતી, ફોટો શેર કરવાથી બચો.
  • ફ્રેન્ડ લિસ્ટમાં અજાણી વ્યક્તિને તુરંત ફ્રેન્ડ ના બનાવો અને ફ્રેન્ડ લિસ્ટને ‘ઓન્લી મી’ કરી દો.
  • સોશિયલ મીડિયાની પ્રાઈવસી સેટિંગ્સ પર જઈને ઑફ સોશિયલ મીડિયા એક્ટિવિટી ક્લિક કરો અને પછી હિસ્ટરી ક્લિયર કરી દો.
  • પોતાની પોસ્ટ,ફોટોના સેટિંગ્સ ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ કે પબ્લિકના બદલે ફક્ત ફ્રેન્ડ્સ કરી દો.
  • પ્રોફાઈલ પિક્ચર લગાવતી વખતે પ્રોફાઈલ ગાર્ડનો ઉપયોગ કરો. આ‌નાથી કોઈ ડાઉનલોડ કે સ્ક્રીન શોટ નહીં લઈ શકે.
અન્ય સમાચારો પણ છે...