દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)એ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા દિલ્હી એરપોર્ટ (IGI)ના સંચાલલની સંપૂર્ણ તૈયારી પૂરી કરી લીધી છે. DIAL દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે.
દિલ્હી એરપોર્ટ સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરાશે
DIALએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, એરપોર્ટના બિલ્ડિંહને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. તેમજ, લોકડાઉન પછી મુસાફરો અને કર્મચારીઓ વચ્ચેનો માનવ સંપર્ક ઓછો કરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડક પાલન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે એરપોર્ટ પર વધારાના લોકોને ચેક-ઇન કાઉન્ટર્સ, સેફ્ટી ચેકિંગ ઝોન અને પ્લેનમાં ચઢવાના ગેટ દરવાજા પર ગોઠવવામાં આવશે, જે મુસાફરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવશે. બધા મુસાફરોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ચેક ઇન કાઉન્ટરમાં બેસવા માટે વધારાની સીટ્સ ગોઠવાશે
આ સિવાય વિવિધ જગ્યાએ ઊભા રહેવાના સ્થળે અલગ-અલગ રંગની ટેપથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિશાન બનાવવામાં આવશે. ચેક ઇન કાઉન્ટરમાં બેસવા માટે વધારે સીટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી, લોકોને યોગ્ય અંતર પર બેસવા માટે પ્રોત્સાહિત કરી શકાય. DIALએ આ વ્યવ્સથા વિશે જણાવતા કહ્યું કે, એરપોર્ટના કેમ્પસની સફાઈ કરવા માટે 500 લોકોની ટીમ ગોઠવી છે. તે દરેક કલાક પછી જંતુનાશક દવાઓ છાંટશે. આ ઉપરાંત 6,08,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ કેમ્પસની પણ સંપૂર્ણ સફાઇ કરવામાં આવી રહી છે. આ સિવાય ખુરશીઓ, ડેસ્ક, લિફ્ટ, એસ્કેલેટર, રેલિંગ, સામાનની ટ્રોલી, ટ્રે, હેન્ડલ્સ અને પ્લેનમાંથી બહાર લાવીને કન્વેયર બેલ્ટ નિયમિતપણે સાફ કરવામાં આવશે.
ફૂડ કોર્ટમાં પણ સોશિયલ ડિસ્કન્સિંગનો અમલ થશે
આ સિવાય દર એક કલાક પછી બાથરૂમ બંધ કરી તેને સેનિટાઇઝ કરવામાં આવશે. DIALએ જણાવ્યું કે, 25 માર્ચે લોકડાઉન થયા બાદથી તેઓ સરકારની માર્ગદર્શિકાને સતત અનુસરી રહી છે. એરપોર્ટને નિયમિતરૂપે જીવાણુ નાશક કરવાનો ધ્યેય એ તમામ મુસાફરો અને કર્મચારીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો છે. આ સાથે ફૂડ કોર્ટમાં પણ એવું વાતાવરણ ઊભું કરાશે કે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનોનું પાલન થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.