તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Social Anxiety Rising In Quarantine, Basic Cause Social Distance, Learn 4 Ways To Get Rid

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ એન્ઝાયટીથી છૂટકારો મેળવો:ક્વોરન્ટિનમાં સોશિયલ એન્ઝાયટી વધી રહી છે, મૂળભૂત કારણ સામાજિક અંતર, છૂટકારો મેળવવાની 4 રીતો જાણો

જેની ટેટિઝ6 દિવસ પહેલા

વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે અને તે તેના પીક પર છે. જે લોકો તેનો શિકાર બની રહ્યા છે તેમને ક્વોરન્ટિન થવું પડી રહ્યું છે. અમેરિકન ડોકટર્સનું કહેવું છે કે, કોરોનાના દર્દીઓ સમાજથી દૂર થઈ રહ્યા છે. કોઇપણ પ્રકારનો ડાયરેક્ટ સંપર્ક નથી થઈ રહ્યો અને આ જ વાત તેમના સ્ટ્રેસનું સૌથી મોટું કારણ બની ગયું છે.

કોરોનાના દર્દીઓ એ વાતથી ખૂબ જ અસહજ છે કે કોરોના થતા જે લાંબો બ્રેક મળશે એ પછી તેમની રહેણીકરણી પહેલાં કરતાં બહુ અલગ થઈ જશે. કોરોના થયા બાદ અપરાઇટ્સ સિટીઝન બ્રિઝમાં ટીચર ઓસ્કર મોંટોયોને જાણવા મળ્યું કે, હવે તેમનું જીવનધોરણ સામાન્ય નથી રહ્યું. આ તેમના તણાવનું સૌથી મોટું કારણ બની ગયું છે.

એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, સમાજથી અલગ થવાને કારણે આ તણાવ સોશિયલ એન્ઝાયટીમાં પણ ફેરવાઈ શકે છે. આ તમારા પોઝિટિવ ઇમોશન ઘટાડી શકે છે. આને કારણે તમે પણ એકલતા અનુભવી શકો છો. આ ઉપરાંત, તમને માનસિક રીતે વધુ સમસ્યાઓ આવી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે તમે આવી સમસ્યાઓથી જાતે જ છૂટકારો મેળવી શકો છો.

ક્વોરન્ટિન દરમિયાન માનસિક તણાવ અને સોશિયલ એન્ઝાયટીથી છૂટકારો મેળવવાની 4 રીતો

​​​​​​​

1: તમારી જાતને રિલેક્સ કરવા પર ફોકસ કરો
જો તમે તમારી સામાજિક ઉપસ્થિતિ અને સંબંધોની ચિંતા કરતા હો તો તમે માનસિક રીતે નબળા પડી રહ્યા છો. આને અવગણવા માટે કંઇક પ્લાન બનાવવો અથવા તમારા કોઈ કામ જેવા કે - બિઝનેસના અકાઉ્ટ્સ અને ટેક્સ વિશે વિચારવું એ પણ એક ખોટી રીત છે.

એવું કંઈક કરવું જોઇએ જેનાથી તમને માનસિક રીતે આરામ મળી શકે. તમે સારું, પોઝિટિવ અને રિલેક્સ અનુભવી શકો.

2. નેગેટિવિટી ફિલ્ટર કરો
સામાન્ય રીતે આપણા મગજમાં ઘણી વસ્તુઓ હોય છે. આપણે દરરોજ નકારાત્મક અને સકારાત્મક બાબતોમાંથી પસાર થવું પડે છે. પરંતુ જ્યારે આપણે કંઇક વિચારતા હોઇએ છીએ તો આપણી ફીલિંગ્સ મિક્સ હોવાને બદલે તે ક્યાં તો પોઝિટિવ હોય છે અથવા તો નેગેટિવ હોય છે.

આપણો મૂડ કેવો છે તેના પર નિર્ભર હોય છે. જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે પોઝિટિવ વિચારીએ છીએ અને જ્યારે દુઃખી હોઇએ ત્યારે નેગેટિવ વિચારીએ છીએ.

3. ફોકસ શિફ્ટ કરો
જ્યારે આપણે ખૂબ જ અસ્વસ્થ અને તણાવમાં હોઈએ ત્યારે આપણે ઘણા કલાકો સુધી એક જ વસ્તુ વિશે વિચારીએ છીએ. આ કલાકો દિવસોમાં, દિવસોમાં અઠવાડિયામાં અને અઠવાડિયાં મહિનામાં બદલાય છે. ક્વોરન્ટિન દરમિયાન પણ આ પ્રકારના તણાવનો સામનો કરી રહેલા દર્દીઓમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી થનારા તણઆવને ડીપ સ્ટ્રેસ કહેવાય છે. આનું સૌથી ખતરનાક પાસું એ છે કે ડીપ સ્ટ્રેસના સ્ટેજથી નોર્મલ માનસિક સ્ટેજમાં પરત ફરવામાં ઘણા દિવસો લાગી જાય છે. જો દર્દી પાછા આવવામાં સક્ષમ ન હોય તો પછી એન્ઝાયટી બહુ વધી જાય છે, જે ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે.

4. પોતાની જાતને એક્સપ્લોર કરો
ક્વોર્નિટનમાં એ જોવા મળ્યું છે કે, લોકો સામાજિક અંતર સિવાય પોતાનાં કરિયર, કામ અને બિઝનેસ વિશે તણાવ લઈ રહ્યા છે. એક્સપર્ટ્સના મતે, જો તમે તમારા કારમમાં તમારી જાતને બાંધી રાખશો તો સ્વાભાવિક રીતે તણાવ અનુભવાશે. ક્વોરન્ટિનમાં તમે તમારી જાતને તમારા કામથી અલગ કરીને એ એક્સપ્લોર કરો કે તમે બીજું શું કરી શકો છો. અમેરિકન ડોકટર્સ દ્વારા પણ આ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જે અસરકારક સાબિત થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો