એરપોર્ટ અને ભીડભાડવાળી જગ્યાએ સ્નિફર ડોગ એટલે કે સૂંઘીને વસ્તુઓને ઓળખી લેતા કૂતરાઓને તો તમે જોયા હશે. આ કૂતરાઓ વિસ્ફોટક, ડ્રગ્સ, ઈલેક્ટ્રોનિક્સ અથવા આક્રમક વસ્તુઓને શોધવામાં સુરક્ષા કર્મચારીઓને મદદ કરે છે. તાજેતરના રિસર્ચમાં નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, આ કૂતરાઓ, મનુષ્યને સૂંઘીને તેમનામાં કોરોનાવાઈરસને ઓળખી શકે છે.
એપ્રિલમાં યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયા એન્ડ કોલાબોરેટર્સના સંશોધકોની એક સ્ટડી જર્નલ પીએલઓએસ વનમાં પ્રકાશિત કરવામાં આવી હતી. તેના અનુસાર, ટ્રેનિંગ આપવામાં આવેલા 9 કૂતરા (8 લેબ્રાડોર રિટ્રિવર અને 1 બેલ્જિયમ મેલિનોઈસ)એ SARS-CoV-2થી સંક્રમિત દર્દીઓના યુરિન સેમ્પલ આઈડેન્ટિફાય કર્યા હતા. તેમના પોઝિટવ સેમ્પલને ડિટેક્ટ કરવાની એક્યુરેસી 96% હતી.
ગયા અઠવાડિયે લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) એન્ડ કોલોબોરેટર્સની એક વર્ષ સુધી ચાલેલી સ્ટડી (યુકે સરકારના ફંડેડ)ના નિષ્કર્ષોની પ્રીપ્રિન્ટ પબ્લિશ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, છ ટ્રેઈની સ્નિફર કૂતરાઓએ કોરોના સંક્રમિત લોકોના ઓડર (ગંધ) સેમ્પલની ઓળખ કરી અને તેની એક્યુરેસી 94% હતી. RT-PCR ટેસ્ટની તુલનામાં, કૂતરાઓની સેમ્પલ ટેસ્ટિંગ એક્યુરેસી 97.2% હતી. નેગેટિવ સેમ્પલિંગમાં તેની એક્યુરેસી 92% હતી.
આ ટેસ્ટ માટે કૂતરાઓને કેમ પસંદ કરવામાં આવ્યા?
યુકેમાં થયેલી આ સ્ટડી માટે કૂતરાઓને ટ્રેનિંગ આપતી મેડિકલ ડિટેક્શન ડૉગ્સના જણાવ્યા પ્રમાણે, કૂતરાઓના નાકની જટિલ રચનાને કારણે તેમની સૂંઘવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. મનુષ્યને જે વસ્તુમાંથી કોઈ ગંઘ કે સુંગધ નથી આવતી, કૂતરા તેને ઓળખી શકે છે. કૂતરામાં સૂંઘવાની ક્ષમતા મનુષ્ય કરતા 10 હજાર ગણી વધારે હોય છે, તેથી આ ટેસ્ટ માટે કૂતરાઓની પસંદ કરવામાં આવી.
કૂતરા RT-PCR ટેસ્ટિંગનો ઓપ્શન હોઈ શકે છે?
યુકે સ્ટડીના ઓથર પ્રોફેસર લોગાનના જણાવ્યા પ્રમાણે, તેને RT-PCRના ઓપ્શન તરીકે નહીં પરંતુ એક સબ્સિટ્યૂટ રીતે જોવો. ડોગ ટેસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્નિફર ડોગ થોડી જ મિનિટોમાં સંક્રમણની ઓળખ કરી લે છે. ભીડભાડવાળી જગ્યાએ જો આ ટેસ્ટ દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવે તો સંક્રમણને ફેલાવવાથી અટકાવવામાં મદદ મળી શકે છે. તે સિવાય તેનો બીજો એક ફાયદો એ થશે કે RT-PCR ટેસ્ટિંગ ઘટી જશે અને ટેસ્ટિંગ કરનાર લોકો પર દબાણ પણ ઓછું થઈ જશે.
કૂતરાઓને ટ્રેનિંગમાં આટલો સમય લાગે છે
વિવિધ દેશોમાં આ પ્રકારની ઘણી સ્ટડીમાં સામેલ થયેલા કૂતરાઓને ટ્રેનિંગ આપવા માટેનો સમય પણ અલગ અલગ હતો. યુકેમાં થયેલી સ્ટડીમાં ટેસ્ટ માટે 3000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા, આ ટેસ્ટમાં સામેલ કૂતરાઓને ટ્રેનિંગમાં લગભગ 2 મહિનાનો સમય લાગ્યો હતો.
તેમજ ફ્રાન્સની નેશનલ વેટરનરી સ્કૂલમાં સંશોધકોએ 16 માર્ચથી 9 એપ્રિલની વચ્ચે આવી જ એક સ્ટડીમાં 355 લોકોના સેમ્પલ લીધા હતા. આ સ્ટડીમાં સામેલ કૂતરાઓને ટ્રેનિંગમાં 25 દિવસનો સમય લાગ્યો હતો.
ભારતમાં અત્યારે કોઈ તૈયારી નથી
ભારતમાં અત્યારે આવા કોઈ ટેસ્ટની તૈયારી નથી પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે જેટલું વધારે RT-PCR ટેસ્ટિંગ ભારતમાં અત્યારે થઈ રહ્યું છે, તે દબાણને ઓછું કરવામાં મદદ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.