તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Sleeping Hours Age Wise; Raat Mein Kitni Der Tak Sona Chahiye? What Is The Best Time To Sleep For Adults?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્લીપ ગાઈડ:7-8 કલાક સુધી ઊંઘવા છતાં થાકેલા રહો છો, તો આ ઊંઘ પૂરી ના થવાનું અલાર્મ છે, તમારો સ્લીપ ટાઈમ આ રીતે મોનિટર કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ પૂરતી ઊંઘ નથી લધી, જો કે તેમને ખબર જ નથી હોતી કે હકીકતમાં તેમને કેટલી ઊંઘ લેવી જોઈએ. અમેરિકાના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિની ઉંમર પર આધારિત છે. દારૂ, કોફી અને એનર્જી ડ્રિંક જેવી વસ્તુઓ તમારા રૂટિનને અસર કરી શકે છે. અમેરિકાના વર્જિનિયાના આર્લિંગ્ટન સ્થિત ચેરિટી નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, દરેક વ્યક્તિની જીવનશૈલી એ તેમની ઊંઘની જરૂરિયાતને સમજવાનો આધાર હોય છે, પરંતુ તમારી ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી છે એ જાણવું જરૂરી છે....

નવજાત (0-3 મહિના) - નવજાતે દરરોજ 14થી 17 કલાક ઊંઘ લેવી જોઈએ. જો કે, 11થી 13 કલાકની ઊંઘ પણ તેમના માટે પૂરતી છે પરંતુ 19 કલાકથી વધારે નહીં સૂવાની સલાહ આપવામાં આવે છે.

શિશુ (4-11 મહિના) - શિશુઓ માટે 12થી 15 કલાકની ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ઓછા 10 કલાકની ઊંઘ પર્યાપ્ત છે પરંતુ તેમની ઊંઘ 18 કલાકથી વધુ ન હોવી જોઈએ.

નાના બાળકો (1-2 વર્ષ)- તેમના માટે 11થી 14 કલાકની ઊંઘની સલાહ આપવામાં આવી છે પરંતુ 9થી 16 કલાક સુધીની ઊંઘ પણ લઈ શકે છે.

સ્કૂલે જતા પહેલાની ઉંમરના બાળકો (3-5 વર્ષ)- નિષ્ણાતોએ તેમના માટે 10થી 13 કલાકની ઊંઘની સલાહ આપે છે. 8 કલાકથી ઓછી અને 14 કલાકથી વધારે ઊંઘ આ બાળકો માટે યોગ્ય માનવામાં આવતી નથી.

સ્કૂલે જતા બાળકો (6-13 વર્ષ)- આ બાળકો માટે નેશનલ સ્લીપ ફાઉન્ડેશન (NSF) 9થી 11 કલાક ઊંઘની સલાહ આપે છે. તેમના માટે 7થી ઓછી અને 11થી વધારે કલાકની ઊંઘ યોગ્ય માનવામાં નથી આવતી.

કિશોરાવસ્થા (14-17 વર્ષ) - તેમને 8થી 10 કલાક સૂવાની સલાહ આપવામાં આવે છે પરંતુ 7થી ઓછા અને 11થી વધારે કલાકની ઊંઘને યોગ્ય નથી માનવામાં આવતી.

પુખ્ત વયના (18-25 વર્ષ) -યુવાન પુખ્ત વયના લોકો માટે 7-9 કલાકની સલાહ આપવામાં આવે છે પરંતુ 6 કલાકથી ઓછી અને 11 કલાકથી વધારે ન હોવી જોઈએ.

આધેડ (26-64 વર્ષ) - તેમના માટે યુવાન પુખ્ત વયના લોકોની જેમ સલાહ આપવામાં આવી છે.

વૃદ્ધ (65 વર્ષથી વધારે)- આ ઉંમરના લોકો માટે 7-8 કલાક ઊંઘની સલાહ આપવામાં આવે છે, તેમને 5 કલાકથી ઓછી અને 9 કલાકથી વધારે સૂવું ન જોઈએ.

તમારી ઊંઘ પૂરી થાય છે કે નહીં તેને બે રીતે સમજો
જો તમે કામ કરતી વખતે દિવસ દરમિયાન થાક અનુભવતા હો, સવારે ઉઠવાની ઈચ્છા ન થાય, સાંજના સમયે ઊંઘ આવે અથવા લાંબી લાંબી નેપ લો છો તો તેનો અર્થ થયો કે તમારી ઊંઘ પૂરી નથી થતી. દરરોજ સાતથી આઠ કલાક ઊંઘ્યા પછી પણ થાક રહેતો હોય તો તમે ગાઢ ઊંઘ નથી લઈ રહ્યા અથવા સ્લીપ ડિસઓર્ડરથી પીડાઈ રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

1. ઊંઘને સારી રીતે સમજવા માટે સ્લીપ ડાયરી બનાવવી
જો તમે લાગે છે કે તમે પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો તમે ઊંઘની પેટર્નની નોંધ લેવાનું શરૂ કરો. આમ તો અત્યારે ઘણા પ્રકારના એક્ટિવિટી ટ્રેકર્સ માર્કેટમાં આવી ગયા છે, જે તમારી દરેક એક્ટિવિટી, ઊંઘ અને તમારા દિવસની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. પરંતુ જો તમે એ લેવા નથી માગતા તો ઊંઘની એક ડાયરી બનાવી શકો છો.

આ ડાયરી ન માત્ર તમારી ઊંઘ સંબંઘિત જરૂરી બાબતો જણાવશે, પરંતુ જો તમે સ્લીપ ડિસઓર્ડરથી પીડાય રહ્યા છો તો તે તમારા ડૉક્ટરને પણ ઉપયોગમાં આવી શકે છે.

2. અલાર્મથી થોડા દિવસથી રજા લો
જો તમે તમારી ઊંઘની જરૂરિયાતને સમજવા માગો છો તો સૌથી પહેલી રીત છે કે અલાર્મથી થોડા દિવસ રજા લઈ લો. તેના માટે સૌથી જરૂરી છે કે તમે 2 સપ્તાહ માટે એવી કોઈ જગ્યાએ જાવ, જ્યાં સવારના ટાઈમે ઉઠવાનું જરૂરી ન હોય. જો તમારું કામ એવું છે કે તમારે સમયનું પાલન કરવાની જરૂર નથી, તો તમારે આ માટે વેકેશન પર જવાની જરૂર નથી. પરંતુ જો આવું હોય તો તમારે વેકેશન પર જવાની જરૂર છે.

જ્યારે અલાર્મ વગર ઊઠવાનું શરુ કરશો, તો શરુઆતના દિવસોમાં વધારે ઊંઘ આવશે. આથી શરુઆતના થોડા દિવસોનો ડેટા તમારા કામમાં નહિ આવે. થોડા દિવસો પછી નિર્ધારિત સમયે ઊંઘવું અને સવારે અલાર્મ વગર ઊઠવું તમારું રૂટીન બની જશે. ત્યારે તમને ખબર પડશે કે તમારા માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે.

સ્લીપ ડાયરી અને અલાર્મથી છૂટકારો આપતા બે સ્ટેપ્સ તમને જણાવશે કે તમને ઊંઘ પૂરી ના થવાની તકલીફ છે કે પછી સ્લીપ ડિસઓર્ડર. જો સ્લીપ ડિસઓર્ડર છે તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

મોડા સુધી જાગવાની અને મોડા ઊઠવાની આદત બદલો
ઘણા લોકોનું કહેવું છે કે, તેમને રાતે જલ્દી ઊંઘ આવતી નથી, તેણે લીધે સવારે મોડા સુધી ઊંઘતા રહે છે. આ આદતને લીધે આખો દિવસ સુધી થાક રહે છે.

જો તમે સવારે વહેલા ઊઠવા સંઘર્ષ કરો છો તો એક્સપર્ટની આ સલાહ ચોક્કસ કામમાં આવશે.

જોરથી વાગતું અલાર્મ મૂકો: રોજ સવારે અલાર્મ વાગ્યા પછી પણ તમારી ઊંઘ ઉડતી ના હોય તો તમારે અલાર્મ બદલવાની જરૂર છે. મોબાઈલ પર અલાર્મ મૂકો ત્યારે રિંગટોન બદલો અને વોલ્યુમ વધારી દો.

બેડરૂમ સુધી સૂર્યપ્રકાશ આવવો જોઈએ: સવારે વહેલા ઊઠવામાં સૂર્યપ્રકાશ મદદ કરી શકે છે. તમારા બેડ પર સૂર્યપ્રકાશ આવતો હોય તો તેનાથી તમે વહેલા ઊઠશો અને સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

રોજ બ્રેકફાસ્ટ કરો: જો તમે રોજ બ્રેકફાસ્ટ કરો છો, તો શરીરને તેની આદત પડી જાય છે. બ્રેકફાસ્ટ વગર મોડા સૂવો છો તો મગજને સંદેશ મળે છે કે ભૂખ લાગી છે. જ્યારે ભૂખ લાગે છે તો ઊંઘ ઊડી જાય છે.
​​​​​​​​​​​​​​​​​​​વીકેન્ડ પર રૂટીન ના બગાડો: ઘણીવાર લોકો વીકેન્ડ પર પોતાના રૂટીનને ભૂલીને મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડા સુધી સૂવે છે. પછી જ્યારે ફરીથી રૂટીનમાં આવવાના પ્રયત્નો કરો છો તો મુશ્કેલી પડે છે. જો તમે સવારે 6 વાગે અલાર્મ મૂકો છો તો મગજને લાગે છે કે હજુ ચાર વાગ્યા છે. આથી રૂટીન ખરાબ ના કરો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો