• Gujarati News
  • Utility
  • Sleep Related Diseases Increased Rapidly In The Era Of Corona, Know The Solution To Your Sleep Problem By Answering 15 Questions Related To It

કોરોના સોમનિયાથી બચો:કોરોના ટાઇમમાં ઊંઘની બીમારીઓ ઝડપથી વધી ગઈ, આ 15 પ્રશ્નના જવાબમાં જાણો તમારી ઊંઘની સમસ્યાનું નિરાકરણ

7 મહિનો પહેલા
  • કોરોના સોમનિયા શબ્દ અનિદ્રા અને કોરોનાવાયરસને કારણે ઊંઘ સંબંધિત સમસ્યા જણાવે છે
  • આશરે 40% લોકો કોરોના પછી અનિદ્રાની સમસ્યાથી પીડાય છે

કોરોનાવાયરસને લીધે છેલ્લા 1 વર્ષમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. એનાથી સૌથી વધારે અસર આપણી લાઈફસ્ટાઈલના સૌથી મહત્ત્વ ભાગ ગણાતી આપણી ઊંઘ પર થઈ છે. તાજેતરમાં કરવામાં આવેલી સ્ટડી પ્રમાણે, મહામારી દરમિયાન ઇન્સોમનિયાના દર્દીઓ વધ્યા છે. 1 વર્ષમાં ઇન્સોમનિયાના દર્દીઓ 20%થી વધીને 60% થયા છે.

કોરોનાએ મગજના સ્વાસ્થ્ય અને લોકોના સ્વાસ્થ્ય પર અસર કરી છે. ડર વાયરસના સંક્રમણનો હોય કે એનાથી જોડાયેલાં લક્ષણોથી છુટકારો પામવા માટે ચિંતા અને તણાવ એ લેવલે વધવા લાગ્યા કે તેની અસર ઊંઘ પર થવા લાગી. આ સ્થિતિને કોરોના સોમનિયા કહેવાય છે.

કોરોના સોમનિયા શબ્દ અનિદ્રા અને કોરોનાવાયરસને કારણે ઊંઘ સંબંધિત સમસ્યા જણાવે છે. જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે, આશરે 40% લોકો કોરોના પછી અનિદ્રાની સમસ્યાથી પીડાય છે.

લોકોના મનમાં ઊંઘની સમસ્યા અંગે ઘણા સવાલો છે, તેથી અમે આ સમસ્યા સંબંધિત 15 સવાલ અને એક્સપર્ટના જવાબથી તમને અવગત કરાવી રહ્યા છે....

1. શારીરિક રીતે થાકી ગયા હોવા છતાં ઊંઘ આવતી નથી, આવું શા માટે થાય છે?
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં ન્યૂરો સાયન્સ અને સાઇકોલોજીના પ્રોફેસર મેથ્યુ વોકરે જણાવ્યું હતું કે આ સમસ્યા ટાયર્ડ બટ વિયર્ડ સિન્ડ્રોમ છે. સામાન્ય રીતે તણાવ અને ચિંતાને કારણે તેને થાક લાગે છે. થાક લાગ્યો હોવાં છતાં મગજની નર્વસ સિસ્ટમની ફાઈટ અને ફ્લાઈટ બ્રાન્ચને એ એક્ટિવ રાખે છે. એને કારણે તમે અલર્ટ રહો છો અને ઊંઘ આવતી નથી. એના માટે નવર્સ સિસ્ટમની એક શાંત બ્રાન્ચમાં શિફ્ટ થવાની જરૂર હોય છે, એને પેરાસિમ્પ્થેટિક નર્વસ સિસ્ટમ કહેવાય છે.

જો તમે સતત આવો અનુભવ કરી રહ્યા છો, તો તમારાં તણાવ અને ચિંતા ઓછાં કરવા માટે સૂતાં પહેલાં બ્રીધિંગ, પ્રોગ્રેસિવ મસલ્સ રિલેક્સેશન સહિતની એક્સર્સાઈઝ કરો.

2. પથારીમાં સૂવા જઈએ ત્યારે હૃદય અને મગજ વચ્ચે રેસ શરૂ થઈ જાય છે, એવામાં સૂવા માટે મગજ અને શરીર બંનેને કેવી રીતે શાંત કરવામાં આવે?
મગજ શાંત કરવા માટેની સૌથી સારી રીત મેડિટેશન છે. 2014માં સ્લીપ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ અનુસાર, 8 અઠવાડિયાં સુધી મેડિટેશન કરનારા લોકોની સ્લીપ ક્વોલિટી સુધરી. તેમને દરરોજ રાતે 45 મિનિટ વધારે ઊંઘ આવવા લાગી. સતત 6 મહિના સુધી મેડિટેશન કરનારા 40%થી 50% લોકોને ઇન્સોમનિયાનાથી રાહત મળી.

3. મેડિટેશન કર્યા પછી પણ ઊંઘ ન આવે તો શું કરવું?

તમારા મગજને શાંત કરી તમારી ચિંતાઓ વિશે લખવાનું શરૂ કરો. તમારા સૂવાના 1થી 2 કલાક પહેલાં તમારી ચિંતાઓનું કારણ લખો. સ્ટડી પ્રમાણે આમ કરવાથી તમારી મેન્ટલ હેલ્થ સારી રહે છે અને જલદી ઊંઘ માટે એ મદદગાર સાબિત થાય છે.

ડૉ. વોકરે કહ્યું, આજકાલની લાઈફસ્ટાઇલમાં લોકો પોતાના માટે સમય કાઢી શકતા નથી, આથી બધી ચિંતાઓ વિશે તેઓ બેડ પર જાય ત્યારે જ વિચારે છે. આ કારણે ઊંઘને લગતી તકલીફો વધી રહી છે.

4. ઘણીવાર ઊંઘ્યાને 15 મિનિટ પછી આંખ ખૂલી જાય છે, વધારે ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. મગજ ઝડપી કામ કરવા લાગે છે અને સ્કિન પર ધ્રુજારી અનુભવાય છે, આવું કેમ?
મેયો ક્લિનિકના સેન્ટર ફોર સ્લીપ મેડિસિનના સાઈકિયાટ્રિસ્ટ એન્ડ કન્સલ્ટન્ટનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. ભાનુ પ્રકાશ કોલ્લાએ કહ્યું, સ્લીપ એપનિયાને લીધે આવું થઈ શકે છે. રાતે જોરથી નસકોરાં બોલવા અને પછી શ્વાસ ધીમા લાગે છે, કારણ કે ગળાની પાછળની માંસપેશીઓ એટલી વધારે રિલેક્સ થઈ જાય છે કે એ એરવે સંકુચિત કરી દે છે. આ સ્થિતિમાં મગજને લાગે છે કે તમે શ્વાસ લેતા નથી અને તે ફાઈટ એન્ડ ફ્લાઈટ મોડ ઓન કરી દે છે. આ લીધે હાર્ટ રેટ અને બ્લડપ્રેશર વધી જાય છે અને તમારી ઊંઘ ઊડી જાય છે.

ડૉ. કોલ્લાએ કહ્યું હતું કે પેનિક ડિસઓર્ડરને લીધે પણ આવું થઈ શકે છે, આથી જો તમને આવું થતું હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. મોડું ના કરો.

5. ઊંઘ માટે સૌથી સુરક્ષિત સપ્લિમેન્ટ કયું છે?

ડૉ. કોલ્લાએ જણાવ્યું હતું કે ઊંઘ માટે સૌથી જરૂરી સપ્લિમેન્ટ મેલાટોનિન છે. આ હોર્મોન તમને જલદી ઊંઘવા અને મોડા સુધી સૂવા માટે મદદ કરે છે. એની સાઈડ ઈફેક્ટ પણ ઓછી છે, પરંતુ તમે અમુક બીમારીથી પીડિત, જેમ કે સ્લીપ એપનિયા, રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ કે પેનિક ડિસઓર્ડર, તો મેલાટોનિન લીધા પછી તમને આ બધી બીમારીઓ વિશે ખબર નહીં પડે, આથી ડૉક્ટરની સલાહ વગર કોઈ સપ્લિમેન્ટ ના લો.

6. વજન પણ સારી ઊંઘ પર અસર કરી શકે છે?
શરીરનું વધારે વજન પણ ઊંઘ પર અસર કરી શકે છે, કારણ કે વજન વધવાથી ગળામાં સોફ્ટ ટિશ્યૂ બનવા લાગે છે, એનાથી સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. સ્ટડી પ્રમાણે, વજન ઓછું કરવાથી સ્લીપ એપનિયામાં ફાયદો મળી શકે છે. ઘણી સ્ટડીમાં ખબર પડી કે ઊંઘની સમસ્યાથી પણ શરીરનું વજન વધવા લાગે છે.

ઊંઘ ના આવવાથી હંગર હોર્મોન જલદી વધે છે અને લોકોને જંક ફૂડ કે સ્નેક્સ ખાવાની ઈચ્છા થાય છે, આથી ઊંઘ માટે સૌથી જરૂરી વસ્તુ છે હેલ્ધી ડાયટ.

7. રૂમનું ટેમ્પરેચર ઊંઘ પર કેવી રીતે અસર કરે છે?
સવારે સૂર્યોદય થાય પછી જેમ દિવસ આગળ જાય તેમ ટેમ્પરેચર વધવા લાગે છે. સાંજે સૂર્યાસ્ત થતાંની સાથે ટેમ્પરેચર ઘટવા લાગે છે. એની સીધી અસર બોડી પર પડે છે. આપણું શરીર 24 કલાક સર્કેડિયમ રીધમને ફોલો કરે છે. આ આપણી મેટાબોલિક અને સાઈકોલોજિકલ એક્ટિવિટી, જેમ કે બોડી ટેમ્પરેચર દિવસે વધે અને રાતે ઘટે એની પર ધ્યાન રાખે છે. રાતે બોડીનું ટેમ્પરેચર ધીમે-ધીમે ઘટવા લાગે છે, આથી ઊંઘમાં મદદ મળે છે. જે લોકોના રૂમનું ટેમ્પરેચર રાતના સમયે વધારે હોય છે તેમને ઊંઘ સાથે જોડાયેલી બીમારીઓ થઈ શકે છે.

8. સારી ઊંઘ માટે રૂમનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ?

9. પંખા અને AC ઉપરાંત રૂમ ઠંડો રાખવા માટે કોઈ બીજી રીત છે?
શિકાગોમાં નોર્થ-ઈસ્ટ યુનિવર્સિટી ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનમાં સ્લીપ મેડિસિન અને ન્યૂરોલોજીની આસિસ્ટન્ટ પ્રોફેસર સબરા એબોટે જણાવ્યું હતું કે તમારું શરીર રાતે તમારું તાપમાન ઓછું કરવા માટે હાથ અને પગમાં ગરમી મોકલે છે, તેને વાસોડિલેશન કહેવાય છે.

રાત્રે મોજાં પહેરીને તમે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકો છો. આ થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ ગરમ મોજાં તમારા શરીરની ગરમી બહાર કાઢીને ટેમ્પરેચર ઘટાડવામાં મદદ કરી શકે છે. શારીરિક તાપમાન ઘટાડવાની બીજી રીત એ પણ હોઈ શકે છે કે ઊંઘવાના અડધો કલાક પહેલાં કસરત ન કરવી.

10. દિવસ દરમિયાન ઊંઘ લેવી એ અનિદ્રાથી પીડિત લોકો માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે?
જો તમે અનિદ્રાથી પીડાતા હો તો તમારે દિવસ દરમિયાન નિદ્રા લેવી જોઈએ નહીં. એનાથી તમને રાત્રે સારી ઊંઘ આવશે તેમજ જે લોકોને અનિદ્રાનો રોગ નથી તેમના માટે નેપ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નેપ લેવાથી હૃદયરોગ અને મગજની તંદુરસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે.

11. જો તમે ઊંઘ લેતા હો તો એને શોર્ટ રાખો? બપોરે ઊંઘ લેવી ઠીક છે?
ડોક્ટર વોકર કહે છે કે જો તમે ઊંઘો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો, જેમ કે બપોરે 2 વાગ્યા પછી ન ઊંઘો. એનાથી રાત્રે ઊંઘવામાં મુશ્કેલી પડે છે. 20 મિનિટથી વધુ સમય માટે નેપ ન લો. આવું કરવાથી તમારું મગજ ઊંડી ઊંઘ લેવાના સ્ટેજ પર નહીં પહોંચે અને રાત્રે ઊંઘવામાં સરળતા રહેશે

12. શું સ્ત્રીઓને પુરુષો કરતાં ઊંઘની સમસ્યા વધારે થાય છે?
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં અનિદ્રાથી પીડાવાની શક્યતા આશરે 40% વધુ હોય છે. જિનેટિક, ગર્ભાવસ્થા, માસિક ચક્ર, મેનોપોઝ જેવાં ઘણાં કારણો હોઈ શકે છે. આનું બીજું કારણ સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્ઝાયટીનો હાઈ રેટ પણ હોઈ શકે છે.

13. પાર્ટનરનાં નસકોરાંને કારણે વારંવાર ઊંઘ તૂટી જાય છે. તો શાંતિથી કેવી રીતે ઊંઘવું?
ડોક્ટર અબ્બાસી કહે છે, નસકોરાં લેવા એ કોઈ તબીબી સમસ્યા નથી, પરંતુ તે સ્લીપ એપનિયા અથવા કોઈ સ્લીપ ડિસઓર્ડરની નિશાની હોઈ શકે છે, તેથી તમારા પાર્ટનરને સ્લીપ સ્પેશિયાલિસ્ટ અથવા ડોક્ટરની સલાહ લેવાનું કહો.

14. પાર્ટનરનાં નસકોરાંથી બચવા માટે ઇયરપ્લગનો ટ્રાય પણ કર્યો, પરંતુ એ બહુ અનકમ્ફર્ટેબલ છે. આ સિવાય બીજું શું કરી શકાય છે?
ડોક્ટર અબ્બાસી કહે છે કે જો તમારો પાર્ટનર નસકોરાની સમસ્યા માટે ડોક્ટર પાસે ન જઈ શકતા હોય તો તમે વ્હાઇટ નોઇસ મશીન ટ્રાય કરો. મોટા ભાગે નસકોરાંના અવાજથી નહીં પણ તેના વધ-ઘટના અવાજથી પણ અન્ય લોકોની નિંદ્રાને ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં આ મશીન મદદ કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારા પાર્ટનરને બીજી બાજુ પડખું ફેરવીને ઊંઘવા માટે કહી શકો છો.

15. પિરિયડ્સ આવ્યા પહેલાં ઘણીવાર ઊંઘ સંબંધિત સમસ્યા થાય છે, આવું કેમ?
ક્રેમ્પ્સ, મૂડ સ્વિંગ અને પેટનું ફૂલવું ઉપરાંત ઘણી મહિલાઓમાં અનિદ્રા, ખરાબ સપનાં અને વારંવાર ઊંઘ ખૂલી જવાની સમસ્યા પણ પ્રિમેન્સ્ટ્રુઅલ સિંડ્રોમ હોઈ શકે છે. પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમવાળી મહિલાઓ અન્ય મહિલાઓની તુલનામાં અનિદ્રા થવાની શક્યતા બમણી હોય છે. 10માંથી સાત મહિલાઓને જેમને PMSની વધુ ગંભીર સમસ્યા હોય છે.(જેને પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર અથવા PMDD કહેવામાં આવે છે)

આને અવગણવા માટે પિરિયડ્સ આવવાના થોડા દિવસો પહેલાં આલ્કોહોલથી અંતર રાખો, કારણ કે આલ્કોહોલને કારણે હોર્મોનનો સ્તર પ્રભાવિત થાય છે. આ સિવાય તમારું ઊંઘવાનું શિડ્યૂલ અનુસરો. દરરોજ સૂવાનો અને જાગવાનો સમય બદલો નહીં. નિયમિત વ્યાયામ કરો. કેફિનવાળી વસ્તુઓથી દૂર રહો.