તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Sitting Too Much Bad For Your Health? Here's Latest United States Study | Side Effects Of Sitting All Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠાડુ લાઇફસ્ટાઇલ અને મૃત્યુનું કનેક્શન:સ્ટડીમાં દાવો- દિવસભર બેસી રહેવાથી થતી સમસ્યા ખતરનાક, તેને એક્સર્સાઈઝ કરીને ટાળી શકાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્રેટચેન રેનાલ્ડ્સ: આપણામાંથી ઘણા લોકો ઓફિસ, કોલેજ, શોપ અથવા કોઈ ને કોઈ કામને લીધે કોરોનાકાળમાં વધારે બેઠાડુ થઈ ગયા છે. સતત બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમના ચલણમાં લોકો સામાન્ય કરતાં વઘારે સમય એક જ જગ્યાએ બેસી રહ્યા છે.

અમેરિકામાં હાલમાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે, એક દિવસમાં માત્ર 11 મિનિટ વૉક કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ ટાળી શકાય છે. આ સ્ટડી 10 હજાર લોકો પર કરવામાં આવી હતી. તેમાં દરેક વ્યક્તિને પૂછવામાં આવ્યું હતું કે તેઓ આખો દિવસ કેવી રીતે પસાર કરે છે.

તેમાં જોવા મળ્યું કે, જે લોકો જરાય વૉક કરતા નથી તેમનામાં ઓછી ઉંમરે મૃત્યુ પામવાનું જોખમ વધારે છે. સાથે જ જે લોકો થોડું પણ વૉક કરે છે તેમને આ પ્રકારનું જોખમ ઓછું રહે છે. એક સર્વેમાં જોવા મળ્યું કે ગત વર્ષની સરખામણીએ કોરોનાકાળમાં લોકોમાં એક્સર્સાઈઝની આદત ઓછી થઈ અને બેસી રહેવાની આદત વધી ગઈ.

બેસી રહેવાના જોખમથી સારું છે કે તમે એક્ટિવ રહો

  • એક્સપર્ટના જણાવ્યાનુસાર, લાંબા સમય સુધી બેસી રહેવાથી ઘણા પ્રકારની સમસ્યા થાય છે. મેદસ્વિતા, બ્લડ પ્રેશર અને બેક પેન તો સામાન્ય સમસ્યા છે જ. જો તમે 8 કલાક બેસીને કામ કરો છો તો સાંજ સુધી 30 મિનિટ જરૂર વૉક કરો. તેનાથી ફેટ બર્ન થાય છે અને બ્લડ પ્રેશર સહિતના લેવલ સામાન્ય રહે છે.
  • 2016માં એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે બેસી રહેવાના જોખમને ઓછું કરવા માટે મિનિમમ 60થી 75 મિનિટ એક્સર્સાઈઝ કરો. આ રિસર્ચ 10 લાખથી વધારે લોકો પર કરવામાં આવ્યું હતું.
  • રિસર્ચમાં જોવા મળ્યું કે, મોટા ભાગના લોકો એક્સર્સાઈઝ પર ધ્યાન આપતા નથી. તેને લીધે મેદસ્વિતા અને હાઈપરટેન્શનની સમસ્યા વધે છે.
  • ફિટ અને એક્ટિવ રહેવા માટે એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. જો તમે વધારે સમય ન ફાળવી શકતા હો તો ઓછા સમય માટે પણ એક્સર્સાઈઝ જરૂર કરવી જોઈએ.

વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અપડેટેડ ફિઝિકલ ગાઈડલાઈનને લઈને કરેલી એક સ્ટડી ગયા અઠવાડિયે બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પબ્લિશ થઇ. રિપોર્ટ પ્રમાણે, એક્સર્સાઈઝ બાબતે લોકો ગંભીર નથી. આની પહેલાંના રિસર્ચમાં સામે આવેલી વાતો પ્રમાણે પણ એક્સર્સાઈઝ કરવી જોઈએ.
  • વૈજ્ઞાનિકોએ આની પહેલાંની સ્ટડી એનાલાઈઝ કરી. તેમાં 50 હજાર લોકોને સામેલ કર્યા હતા. સ્ટડીમાં ખબર પડી કે 50 હજાર લોકોમાં મોટાભાગના લોકો દિવસમાં આશરે 10 કલાક બેસે છે. તેઓ જરૂર પડે તો જ પોતાની જગ્યાએથી 2થી 3 વાર ઊભા થતા હતા.
  • સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જોયું કે જે લોકોએ દિવસમાં 11 મિનિટ કસરત કરી તે લોકો પર મૃત્યુનું જોખમ ઓછું હતું. ભલે તે લોકો ઓછું ચાલે કે ઓછો સમય બેસી રહે તેવામાં સામેલ હતા પણ મોતનું જોખમ નહોતું.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે જો તમે આખા દિવસમાં 35 મિનિટ પણ એક્સર્સાઈઝ કે ફરવા માટે નીકળો છો તો તે ફાયદાકારક છે. એવા સંજોગોમાં તમે આખો દિવસ કેટલો સમય બેસી રહો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કે, આ સ્ટડી ઓબ્ઝર્વેશન આધારિત હતી. તેમાં ફિઝિકલ એક્ટિવિટી, બેસી રહેવું અને મૃત્યુ દર સામેલ કરવામાં આવ્યા હતા.

થોડું ચાલવું પણ ફાયદાકારક છે
નોર્વે સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સાયન્સિસના એપિડેમિઓલોજી અને ફિઝિકલ એક્ટિવિટીના પ્રોફેસર ઉલ્ફ એકેલુંડે કહ્યું કે, આખો દિવસ બેસનારા લોકોને થોડું-ઘણું ચાલવું જોઈએ. થોડું ચાલવું પણ એક સારી એક્સર્સાઈઝ છે. અડધો કલાક કે તેનાથી ઓછા સમયની એક્સર્સાઈઝ આપણી જિંદગી અને ઉંમર વધારવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો