નવેમ્બર મહિનાના આખર દિવસના 2 દિવસ બાકી છે. આવતા મહિને ડિસેમ્બર મહિનાથી કેટલાક ફેરફાર થવાના છે. 1 ડિસેમ્બરથી બેંકિંગ અને EPFO સહિત ઘણા નિયમોમાં ફેરફાર થશે. તેની સીધી અસર તમારા ખિસ્સાં પર થશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સે 99 રૂપિયાનો ચાર્જ આપવો પડશે
તમારી પાસે SBI ક્રેડિટ કાર્ડ છે તો હવે શોપિંગ મોંઘી પડી શકે છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને અલગથી ટેક્સ આપવો પડશે. આ પૈસા પ્રોસેસિંગ ચાર્જ તરીકે વસૂલાશે. 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ EMIની લેવડ દેવડ પર પ્રોસેસિંગ તરીકે 99 રૂપિયા આપવા પડશે.
આધાર વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
પંજાબ નેશનલ બેંકના વ્યાજ દરમાં ઘટાડો
દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. બેંકે સેંવિગ્સ અકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંક સેવિંગ્સ અકાઉન્ટનો વ્યાજ દર 2.90%થી ઘટાડી 2.80% કરવા જઈ રહી છે. નવા વ્યાજ દર 1 ડિસેમ્બરથી લાગુ થશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
માચિસની કિંમત બમણી થશે
માચિસની કિંમત 14 વર્ષ બાદ ડાયરેક્ટ બમણી થવા જઈ રહી છે. 1 ડિસેમ્બર 2021થી માચિકની એક ડબ્બી 1 રૂપિયાને બદલે 2 રૂપિયામાં મળશે. 2007માં 50 પૈસા કિંમત વધી બાકસ 1 રૂપિયાની થઈ હતી. કાચા માલની કિંમત વધી જતાં માચિસની કિંમત વધી છે.
ગેસ સિલિન્ડરની કિંમત ઓછી થઈ શકે છે
સરકારી તેલ કંપની દર મહિનાની પ્રથમ તારીખે LPG સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે. આફ્રિકામાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટની એન્ટ્રી થયાં બાદ ઈંધણની કિંમત ઓછી થઈ છે. તેથી આશા છે કે LPG ગેસ સિલિન્ડરની કિંમત ઓછી થઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.