• Gujarati News
  • Utility
  • SFIO Limited Young Professional And Consultant Posts Recruitment 2021 Serious Fraud Investigation Office Notification 66 Vacancies Check Vacancy Details And How To Apply

સરકારી નોકરી:સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે કંસલટન્ટ સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી, 19 જૂન સુધી અપ્લાય કરો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 60 હજારથી લઈને 2,56,000 રૂપિયાનો પગાર મળશે
  • આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 66 જગ્યા પર ભરતી કરવામાં આવશે

ભારત સરકારનાં કોર્પોરેટ મામલે મંત્રાલયને આધીન સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)એ જુનિયર કંસલટન્ટ, સીનિયર કંસલટન્ટ અને યંગ પ્રોફેસનલની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 66 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 19 જૂન સુધી અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા ઉમેદવાર લૉમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ. આ સાથે જ Ph.d/ MBA અને માસ્ટર્સ ડિગ્રી હોલ્ડર પણ આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 60 હજારથી લઈને 2,56,000 રૂપિયાનો પગાર મળશે.

પદની સંખ્યા- 66

જગ્યાસંખ્યા
જુનિયર કંસલટન્ટ10
સીનિયર કંસલટન્ટ7
યંગ પ્રોફેશનલ4
જુનિયર કંસલટન્ટ (ફોરેન્સિક ઓડિટ)14
સીનિયર કંસલટન્ટ (ફોરેન્સિક ઓડિટ)4
યંગ પ્રોફેશનલ (ફોરેન્સિક ઓડિટ)8
જુનિયર કંસલટન્ટ (બેન્કિંગ ફાઇનાન્સિયલ ટ્રાન્સ.)9
સીનિયર કંસલટન્ટ (બેન્કિંગ ફાઇનાન્સિયલ ટ્રાન્સ.)3
જુનિયર કંસલટન્ટ4
જુનિયર કંસલટન્ટ (CFDML/IT)2
યંગ પ્રોફેશનલ (CFDML/IT)
(सीएफडीएमएल/आईटी)1

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા પર અરજી કરવા ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ sfio.nic.in દ્વારા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને નીચે આપેલા ઈમેલ ID પર Admin.HQ@sfio.nic.in મેલ કરી શકે છે.

એડ્રેસ
સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ,
સેકન્ડ ફ્લોર, પંડિત દીનદયાળ અંત્યોદય ભવન,
B-3 વિંગ, CGO કોમ્પ્લેક્ષ,
નવી દિલ્હી-110003

વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: