તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Settle On These 3 Essential Tasks Like Investing In Aadhaar Pen Link And Special FD This Month, Otherwise It May Be Your Turn To Incur Losses.

કામની વાત:આ મહિનામાં આધાર-પેન લિંક અને સ્પેશિયલ FDમાં રોકાણ કરવા જેવા આ 3 જરૂરી કામ પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો વારો આવી શકે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ મહિનામાં જૂનમાં ઘણા જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. આ મહિને તમારે આધાર-પેનને લિંક કરવા અને PM કિસાન માટે રજિસ્ટ્રેશન કરાવવા જેવા કામ નહીં કરવા પર તમારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તે ઉપરાંત ઘણી બેંક સ્પેશિયલ FD ઓફર કરી રહી છે, આ ઓફરનો ફાયદો 30 જૂન સુધી ઉઠાવી શકાશે.

આધાર-પેન લિંક કરાવી લો
જો તમે હજી સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આજે જ કરાવી લો. સરકારે પેનને આધાર સાથે લિંક કરવા માટે 30 જૂન 2021 સુધીનો સમય આપ્યો છે. 30 જૂન સુધી તેને લિંક નહીં કરવા પર 1 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે. તેની સાથે વ્યક્તિએ વધારે TDS ચૂકવવો પડશે. કેમ કે પેનને આધાર સાથે લિંક ન કરવા પર તમારું પેન ઈનઓપરેટિવ થઈ જશે. ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પેન નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દરે TDS કટ કરશે.

PM કિસાન માટે રજિસ્ટ્રેશન કરાવી લો
જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો 30 જૂન પહેલા કોઈપણ સંજોગોમાં કરાવી લો જેથી આ વર્ષના બંને હપ્તા તમારા ખાતામાં આવી જશે. PM કિસાન સન્માન નિધિના નિયમોના અનુસાર, જો તમે જૂનમાં અરજી કરો છો અને તમારી આ અરજી સ્વીકારાય છે તો જૂન અથવા જુલાઈમાં તમને 2000 રૂપિયા મળી જશે. ત્યારબાદ ઓગસ્ટમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે.

વધારે વ્યાજ માટે સ્પેશિયલ FDમાં રોકાણ કરો
SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડા સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FD શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કિમ 30 જૂન 2021ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સ્કિમ્સ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે સિનિયર સિટીઝન છો અને સામાન્ય FD કરતાં વધારે વ્યાજ પ્રાપ્ત કરવા માગો છો તો તેમાં આ મહિને રોકાણ કરી શકો છો.