તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Separate Insurance Policy Should Be Purchased For Parents During Corona Period, Separate Cover Can Also Be Taken For Covid 19

ઇન્શ્યોરન્સ:કોરોનાકાળમાં માતા-પિતા માટે અલગ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવી જોઇએ, કોવિડ-19 માટે સેપ્રેટ કવર પણ લઈ શકાશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરેન્ટ્સની જરૂરિયાત પ્રમાણે પોલિસી લેવી જોઇએ
  • ઘણા લોકો પોતાના પ્લાન અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે

કોરોનાકાળમાં ઘણા લોકોને લાગે છે કે તેમનો ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તેમના પરિવાર માટે પૂરતો નથી. તેથી, ઘણા લોકો તેમના પ્લાનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને લોકોના મનમાં એક સવાલ છે કે શું તેમણે તેમના માતા-પિતા માટે એક અલગ પ્લાન લેવો જોઈએ કે પછી ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરન્સ અપગ્રેડ કરવો જોઇએ.

ગ્રૂપ ઇન્શ્યોરન્સ પોલિસી શું છે?
ગ્રૂપ લાઇફ ઇન્શ્યોરન્સ એક એવો વીમો છે જે કંપની તેના કર્મચારીઓ અને તેમના પરિવારોને આપે છે. કોઈ કંપની અથવા ફર્મ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારોને લાઇફ ઇન્શ્યોરન્સ આપવા માટે ગ્રૂપ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પૂરો પાડે છે. આ કર્મચારીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અપગ્રેડ કરાવવો યોગ્ય રહેશે
જો તમે તમારા પરિવાર માટે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યુરન્સ (કોર્પોરેટ પ્લાન) લીધો હોય તો તમે તમારા માતા-પિતા માટે કવરની રકમ વધારી શકો છો. આવું કરવું મતાાર માટે વધુ ફાયદાકારક રહેશે કારણ કે, તેમાં કોઈ વેટિંગ પિરિઅડ નથી હોતો. તેથી, કવરેજ તરત જ લાગુ થઈ જશે. તમે તમારી કંપની સાથે વાત કરી શકો છો અને પ્લાન અપગ્રેડ કરાવી શકો છો.

'સુપર ટોપ-અપ' પણ એક સારો વિકલ્પ છે
જો તમારા વીમા કવરની રકમ પૂરતી ન હોય તો તમે કવરને 'સુપર ટોપ-અપ' સાથે પણ અપગ્રેડ કરી શકો છો. એક્સપર્ટના જણાવ્યાનુસાર, આવી સ્થિતિમાં 'સુપર ટોપ-અપ' કવર લેવું યોગ્ય રહેશે, તે તમને ઓછા ખર્ચે વધુ કવર આપશે. સુપર ટોપ અપ હેલ્થ પ્લાન એ લોકો માટે એક્સ્ટ્રા કવર હોય છે જેની પાસે પહેલેથી જ હેલ્થ પોલિસી છે. તે ખૂબ જ ઓછા ભાવે મળી જાય છે.

કોરોના માટે તમે અલગ પ્લાન પણ લઈ શકો છો
જો તમે કોરોનામહામારી માટે અલગ પ્લાન લેવા માગો છો તો ‘કોરોના કવચ’ પ્લાન લઈ શકાય છે. આ પ્લાનને કોરોનાકાળમાં લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ થવું, તેના પહેલાં અને ત્યારબાદ, ઘરમાં સારસંભાળ દરમિયાન સારવારથી જોડાયેલા અન્ય ખર્ચા કવર થાય છે. કોરોના કવચ પોલિસી માટે ઈન્શ્યોરન્સની મિનિમમ રકમ 50 હજાર રૂપિયા અને મેક્સિમમ રકમ 5 લાખ રૂપિયા (50 હજાર રૂપિયાના મલ્ટિપલમાં) છે. ઈન્શ્યોરન્સનો સમયગાળો ઓછામાં ઓછો 3.5 મહિના, 6.5 મહિના અને 9.5 મહિનાનો હોઈ શકે છે. તેના મૂળ કવરનું પ્રિમિયમ 447થી 5630 રૂપિયા (GST વગર) રહેશે.

પહેલાંથી ગંભીર બીમારી હોય તો અલગ પ્લાન લેવો જરૂરી
જો તમારા માતા-પિતાને પહેલાંથી કોઈ બીમારી છે તો તેમની જરૂરિયાતો તમારા ગ્રૂપ વીમા પ્લાનથી થશે. તેવામાં તેમના માટે અલગથી પોલિસી લેવી યોગ્ય ગણાશે. તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન પહેલાંથી રહેલી બીમારીઓને કવર કરે છે, પરંતુ તેને 36 મહિના બાદ કવર કરવામાં આવે છે. જોકે, પોલિસી ખરીદતા સમયે પહેલાંથી રહેલી બીમારીઓનો ઉલ્લેખ કરવો મહત્ત્વપૂર્ણ હોય છે. તેમાં ક્લેમ સેટલમેન્ટ સમયે મુશ્કેલી થતી નથી. આ સિવાય કવરની રકમ પણ તેમનાં સ્વાસ્થ્યની જરૂરિયાતો પ્રમાણે યોગ્ય હોવી જોઈએ. તેમાં કંજૂસાઈ કરવી તમને ભારી પડી શકે છે.

કો-પેમેન્ટ ફીચરની તપાસ કરો
તમામ પ્લાનમાં કો-પેમેન્ટ ફીચર હોય તેવું જરૂરી નથી, પરંતુ સીનિયર સિટીઝન હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનમાં તે જરૂરી ફીચર હોઈ શકે છે. મોટી ઉંમરના લોકો માટે પ્રિમિયમની રકમ પણ વધારે હોય છે. કો પેમેન્ટનો અર્થ એ થાય છે કે ક્લેમનો એક ભાગ તમે ભરશો અને એક ભાગની ચૂકવણી કંપની કરશે. કો પેમેન્ટમાં તમારા ભાગની રકમ પહેલાંથી જ નક્કી હોય છે. કો પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવાથી પ્રિમિયમ ઓછું થઈ જાય છે. કો-પેમેન્ટ ફીચર કેટલીક રાહત આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો