તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Senior Citizens Get More Tax Benefits Than Ordinary People, Deductions Can Be Claimed On Interest Earnings.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:સિનિયર સિટીઝન્સને સામાન્ય લોકો કરતાં વધારે ટેક્સ બેનિફિટ વધારે મળે છે, વ્યાજથી થતી કમાણી પર ડિડક્શનનો ક્લેમ કરી શકાય છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

એવી દરેક વ્યક્તિ કે જેની વાર્ષિક આવક ઇન્કમ ટેક્સના વિસ્તારમાં આવતી હોય તેને ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. પરંતુ સિનિયર સિટીઝનને (60 વર્ષથી વધુ વયના) સામાન્ય લોકો કરતાં કેટલાક એક્સ્ટ્રા ટેક્સ બેનિફિટ મળે છે. આજે અહીં તમને એ ટેક્સ બેનિફિટ્સ વિશે જણાવવામાં આવ્યું છે જે સામાન્ય લોકોને નથી મળતા.

ટેક્સ લિમિટમાં છૂટ
સિનિયર સિટીઝન માટે એક નાણાકીય વર્ષમાં ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા છે. જ્યારે એક સામાન્ય માણસને માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની જ ટેક્સ છૂટ મળે છે. વધુ મોટાં સિનિયર સિટીઝન્સ માટે આ 5 લાખ રૂપિયા (80 વર્ષથી વધુ ઉંમર) છે. એટલે કે, જો કોઈ સિનિયર સિટીઝનની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોય અને TDS કાપવામાં નથી આવ્યો તો તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. એ જ રીતે, વધુ મોટાં સિનિયર સિટીઝનની 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ન હોય તો તેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહેશે નહીં.

ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી પર ડિડક્શન
ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80D હેઠળ સિનિયર સિટીઝન દ્વારા ચૂકવવામાં આવતા 50 હજાર રૂપિયા સુધીના મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ડિડક્શન તરીકે મંજૂરી આપવામાં આવે છે. અન્ય નાગરિકો માટે આ મર્યાદા 25 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

તબીબી સારવારમાં થતા ખર્ચ માટે કપાત
સેક્શન 80DDB હેઠળ સિનિયર સિટીઝન ટેક્સપેયર અમુક ચોક્કસ રોગોની સારવાર માટે કરવામાં આવતા ખર્ચમાં એક લાખ રૂપિયા સુધીના ડિડક્શનનો ક્લેમ કરી શકે છે. 60 વર્ષ સુધીની વ્યક્તિ તેના પર 40 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન જ લઈ શકે છે.

વ્યાજથી થનારી કમાણી પર ડિડક્શન
સિનિયર સિટીઝન સેવિંગ્સ બેંક અકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટથી મળતા વ્યાજ પર 50 હજાર રૂપિયા (વાર્ષિક) સુધીનો ડિડક્શન ક્લેમ કરી શકાય છે. સામાન્ય લોકો માટે આ મર્યાદા 10 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ઇ-ફાઇલિંગ ફરજિયાત નથી
જો મોટાં સિનિયર સિટીઝન ITR 1 અથવા ITR 4માં રિટર્ન ફાઇલ કરી રહ્યા હો તો તેઓ તેને પેપર મોડમાં કરી શકે છે. તેનું ઇ-ફાઇલિંગ જરૂરી નથી.

એડવાન્સ ટેક્સની ચૂકવણી કરવા પર છૂટ
ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 208 મુજબ, પ્રત્યેક વ્યક્તિ જેની ટેક્સ લાયાબિલિટી એક વર્ષ માટે 10 હજાર રૂપિયા અથવા વધુ હોય તેણે અગાઉથી ટેક્સ ભરવો પડશે. પરંતુ સેક્શન 207 હેઠળ સિનિયર સિટીઝન જેની પાસે વ્યવસાય અથવા નોકરીમાંથી કોઈ આવક ન થતી હોય તેમને એડવાન્સ ટેક્સ ભરવો પડતો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો