- Gujarati News
- Utility
- Senior Citizens Can Invest In Senior Citizen Savings Scheme Or SBI's Special FD For Good Returns.
રોકાણ:વરિષ્ઠ નાગરિક સારા રિટર્ન માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અથવા SBIની સ્પેશિયલ FDમાં રોકાણ કરી શકે છે
- SBIની સિનિયર સિટીઝન માટે વીકેર ડિપોઝિટ સ્કીમને 31 માર્ચ સુધી લંબાવી દેવામાં આવી
- આ યોજના અંતર્ગત 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 6.20 ટકા વ્યાજ મળશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સિનિયર સિટીઝન માટે ‘વીકેર’ ડિપોઝિટ સ્કીમને 31 માર્ચ સુધી લંબાવી દીધી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. જો તમે પણ તેમાંથી ક્યાંક રોકાણ કરવા માગો છો તો પહેલા તમારે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે જાણવું જોઈએ. આજે અમે તમને આ બંને સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારા હિસાબથી યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.
SBIની વીકેર સ્કીમ
- ભારતીય સ્ટેટ બેંક (SBI) થોડા દિવસ પહેલા સિનિયર સિટીઝન માટે SBI વીકેર નામથી નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે.
- આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકો વધારે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમ રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટ અંતર્ગત શરૂ કરવામાં આવી છે.
- આ સ્કીમમાં સિનિયર સિટિઝનને 5 વર્ષ કે તેનાથી વધારે સમયની ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવામાં આવે છે.
- SBIની આ નવી સ્કીમમાં 5 વર્ષ અથવા તેનાથી વધુની અવધિની ડિપોઝિટ (FD) પર 30 બેસિસિ પોઈન્ટ્સનું એક્સ્ટ્રા પ્રીમિયમ ઈન્ટ્રેસ્ટ મળશે.
- સિનિયર સિટિઝનને 5 વર્ષથી ઓછા સમયની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતા 0.50% વધારે વ્યાજ મળશે.
- 5 વર્ષ કે તેનાથી વધારે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80% વ્યાજ મળશે, તેમાં વધારાનું 0.30% વ્યાજ પણ સામેલ છે.
- જો તમે આ યોજના અંતર્ગત અત્યારે 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 6.20% વ્યાજ મળશે.
- મેચ્યોરિટી પહેલા ઉપાડ પર વધારે વ્યાજ આપવામાં આવશે નહીં. નક્કી સમયગાળામાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને જ ફાયદો મળશે.
- આ સ્કીમમાં હવે 31 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. આ પહેલાની તેની સમય મર્યાદા 31 ડિસેમ્બર હતી. આ અવધિમાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને જ ફાયદો મળશે.
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
- 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમર બાદ અકાઉન્ટ પોસ્ટ ઓફિસ જઈને ખોલાવી શકાય છે.
- જો કે, VRS લેનાર વ્યક્તિ જે 55 વર્ષ કરતા વધારે પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમર છે તે પણ આ અકાઉન્ટને ખોલાવી શકે છે.
- આ સ્કીમ અંતર્ગત 5 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકાય છે. મેચ્યોરિટી બાદ આ સ્કીમને 3 વર્ષ માટે વધારી શકાય છે.
- આ યોજના અંતર્ગત તમે મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
- વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ કરવામાં આવેલા પૈસા પર વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે.
- આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળઈ રહ્યો છે.
- આ યોજના અંતર્ગત વ્યાજ ક્વાર્ટર આધાર પર મળે છે અને એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરીના પહેલા વર્કિંગ ડેને ક્રેડિટ કરવામાં આવે છે.
- મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે પરંતુ 1 વર્ષ બાદ પણ પ્રીમેચ્યોર વિડ્રોઅલ કરી શકાય છે.
ક્યાં રોકાણ કરવું યોગ્ય?
પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે જે SBIની વીકેર સ્કીમ (6.2%)થી વધારે છે. એટલું જ નહીં આ બંને સ્કીમમાં 5 વર્ષનો લોક ઈન પિરિઅડ છે તે ઉપરાંત બંને જગ્યાએ તમારા પૈસા સુરક્ષિત રહેશે. તેથી તમારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. અહીં તમને વધારે વ્યાજ મળશે.