• Gujarati News
  • Utility
  • Senior Citizens Can Invest In Senior Citizen Saving Scheme, PM Vay Vandana Yojana Or Special FD For Good Returns

પર્સનલ ફાઈનાન્સ:વરિષ્ઠ નાગરિકોને સારા રિટર્ન માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પીએમ વય વંદના યોજના કે સ્પેશિયલ FDમાં રોકાણ કરી શકો છો

નવી દિલ્હી2 વર્ષ પહેલા

જો તમે સિનિયર સિટીઝન છે અને તમારા રૂપિયા કોઈ સારી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં સારું રિટર્ન મળે અને રૂપિયા સેફ  રહે તો તમારી પાસે ઘણા સારા ઓપ્શન ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના, પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ અને વરિષ્ઠ નાગરિકો માટે FDની સ્કીમ ખાસ છે. અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી જરૂરતના સમયે તમે તેમાં રોકાણ કરી શકો છો.

પ્રધાનમંત્રી વય વંદના યોજના
કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે શરુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં તમે રોકાણ કરી શકો છો. આ યોજનામાં 31 માર્ચ 2023 સુધી તમે રોકાણ કરી શકો છો. આ 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના નાગરિકો માટે પેન્શન યોજના છે. આની પહેલાં રોકાણ કરવાની તારીખ 31 માર્ચ 2020 હતી. 7.40 ટકાના દરથી દર વર્ષે  ચુકવણી કરવામાં આવશે. માસિક ચૂકવણી પણ હશે. વધારેમાં વધારે 15 લાખ રૂપિયા આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. 15 લાખ રૂપિયા પર તમને દર વર્ષે 9,250 રૂપિયાનું પેન્શન મળશે. 

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો
જો તમે જમા કરેલી રકમ પર સારું વ્યાજ લેવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમને 7.4 ટકા વ્યાજ મળશે એટલે કે આ સ્કીમમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝીટથી પણ વધારે વ્યાજ મળશે. 60 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતા લોકો આમાં અકાઉન્ટ ખોલાવી શકે છે.  VRS લેનારી વ્યક્તિ જો 55 વર્ષથી વધતે પણ 60 વર્ષથી ઓછી છે તો તે પણ અકાઉન્ટ ખોલાવી શકે છે. જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકાણ કરો છો તો દર વર્ષે 7.4 ટકા વ્યાજના દરથી તમને 5 વર્ષ પછી 2,164,272 રૂપિયા મળશે. એટલે કે તમને 664,272 રૂપિયા વ્યાજની રીતે મળશે. 

SBI, HDFC અને ICICI બેંકમાં સ્પેશિયલ FD કરાવી શકો છો
HDFC બેંકની સિનિયર સિટીઝન કેર સ્કીમ
HDFC બેંકે સિનિયર સિટિઝન માટે ‘સિનિયર સિટીઝન કેર FD’ નામની સ્કીમ શરુ કરી છે. બેંક પ્રમાણે વરિષ્ઠ નાગરિકને 5 વર્ષથી વધારે અને 10 વર્ષના સમયગાળાની FD પર સામાન્ય ગ્રાહકને મળતા વ્યાજ કરતાં 0.75 ટકા વ્યાજ વધારે મળશે. 5 વર્ષની જમા રકમ પર અન્ય કરતાં 0.50 ટકા વ્યાજ વધારે મળશે. આ સ્કીમમાં રોકાણ કરનારા લોકોને વર્ષનું 6.50 ટકા વર્ષનું વ્યાજ વધારે મળશે. 

SBIએ પણ શરુ કરી સ્કીમ
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ થોડા દિવસ પહેલાં સિનિયર સિટીઝન માટે ‘SBI વીકેર’ નામની ડિપોઝીટ સ્કીમ શરુ કરી છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને વધારે વ્યાજ મળશે. આ સ્કીમ રીટેલ ટર્મ ડિપોઝીટ સેગમેન્ટ હેઠળ શરુ કરી છે. સ્કીમમાં સિનિયર સિટીઝનને સામાન્ય  FD પર મળનારા વ્યાજ કરતાં 0.80 ટકા વ્યાજ વધારે મળશે. આ સ્કીમ માત્ર 30 સપ્ટેમ્બર 2020 સુધી લાગુ રહેશે. આ સમયમાં રજીસ્ટર કરાવનારા ગ્રાહકોને જ ફાયદો મળશે. 

ICICI બેંકની ગોલ્ડન યર્સ FD સ્કીમ
ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ‘ગોલ્ડન યર્સ FD’ નામની એક ખાસ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ શરુ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરનારાને સામાન્ય FD કરતાં 0.80 ટકા વ્યાજ વધારે મળશે. હવે વરિષ્ઠ નાગરિકોને 6.55 ટકા વ્યાજ મળશે. આ ખાસ સ્કીમનો ફાયદો 20 મેથી 30 સપ્ટેમ્બરની વચ્ચે લઇ શકાશે. સ્કીમ નવી FDની સાથે જૂની FDને રિન્યૂ  કરાવાથી પણ મળશે. આ સ્કીમ પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે. 

અન્ય સમાચારો પણ છે...