તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • SEBI Urges Investors To Link PEN To Aadhaar By September 30, Otherwise Money Could Be Trapped

અલર્ટ:SEBIએ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધી પેનને આધાર સાથે લિંક કરવા કહ્યું, નહીં કરે તો પૈસા ફસાઈ શકે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધી તેમના PAN(પરમેન્ટ એકાઉન્ટ નંબર)ને આધાર સાથે લિંક કરવાનું કહ્યું છે. સેબીએ રોકાણકારોને સિક્યોરિટી માર્કેટમાં તેમના રોકાણની પ્રોસેસિંગમાં કોઈ સમસ્યા ન આવે તે માટે વહેલામાં વહેલી તકે કામ પતાવવા માટે કહ્યું છે.

લિંક ન કરાવવા પર પેન નંબર ઈનઓપરેટિવ થઈ જશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે જો 30 સપ્ટેમ્બર સુધી પેન અને આધારને લિંક નહીં કરવામાં આવે તો પેન ઈનઓપરેટિવ થઈ જશે. જો પેન નહીં હોય તો કોઈપણ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. સેબીએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2021 પહેલા રોકાણકારોના પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની ખાતરી કરવા જણાવ્યું છે.

પેન ઈનઓપરેટિવ થઈ જશે
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, જો કોઈ પેન કાર્ડ હોલ્ડર્સ પેનને આધારની સાથે લિંક નહીં કરાવે તો તેમના પેનને ઈનઓપરેટિવ જાહેર કરી દેવામાં આવશે. ત્યારબાદ નાણાકીય લેવડદેવડમાં પેનનો ઉપયોગ થઈ શકશે નહીં.

એક મેસેજથી આધાર-પેન લિંક કરી શકાય છે

  • તેના માટે તમારે તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવાનું છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને ત્યારબાદ સ્પેસ આપીને પેન નંબર દાખલ કરવો પડશે.
  • ઉદાહરણ માટેઃ UIDPAN 0000011112222 AAAPA7777Q ટાઈપ કરીને 567678 અથવા 56161 પર મોકલવાનો છે.
  • ત્યારબાદ આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રોસેસમાં નાખવામાં આવશે.

ઓનલાઈન આધાર-પેન લિંક કરી શકો છો

  • સૌથી પહેલા આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવું.
  • તેમાં નીચેની તરફ લિંક આધારનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવા પર એક નવું પેજ ઓપન થશે.
  • તેમાં તમારે PAN નંબર, આધાર નંબર અને આધાર કાર્ડમાં નોંધાયેલું નામ નાખીને લિંક આધાર પર ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રોસેસમાં નાખી દેશે.

પેનને આધાર સાથે લિંક કરવું કેમ જરૂરી?

  • જો કોઈ વ્યક્તિ તેના પેનને આધારની સાથે લિંક નહીં કરે તો તેને વધારે TDS આપવો પડશે.
  • પેનને આધાર સાથે લિંક નહીં કરાવે તો પેનને ઈનઓપરેટિવ જાહેર કરવામાં આવશે.
  • આધાર-પેન લિંક ન હોવાને કારણે તમારું બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.
  • શેર માર્કેટમાં રોકાણ કરો છો તો પણ આધારને પેન સાથે લિંક કરવું જરૂરી છે.