તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • School Online Classes News; With No Access To Smartphone And Mobile Phone, How Students Attend Digital Classes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટફોન વગર ઓનલાઈન કેવી રીતે ભણશે:કોરોનાને લીધે ભારતમાં 24 કરોડ વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરે છે, પરંતુ ઘણા પરિવાર પાસે સ્માર્ટફોન ખરીદવા રૂપિયા નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં સ્કૂલ બંધ થવાથી બાળકો સ્માર્ટફોનથી અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ઘણા એવા પરિવાર છે જેમની પાસે સ્માર્ટફોન ખરીદવા માટે રૂપિયા નથી. ધીમી ઇન્ટરનેટની સ્પીડ પણ અભ્યાસમાં એક અડચણ બની ગયું છે. કોરોનાને લીધે ભારતમાં આશરે 24 કરોડ વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી રહ્યા છે.

પાલમપુરના ખેડૂત કુલદીપ કુમારે તેની ગાય વેચીને સ્માર્ટફોન ખરીદ્યો જેથી તેના સંતાન ઓનલાઈન ક્લાસમાં ભાગ લઇ શકે. છેલ્લા 4 મહિનાથી લોકડાઉનને લીધે સ્કૂલ બંધ છે. કુલદીપ પર પહેલેથી દેવું હતું અને ગાય જ તેની એકમાત્ર સંપત્તિ હતી. ગયા અઠવાડિયે તેણે આ ગાયને 6 હજાર રૂપિયામાં વેચી દીધી અને તેમાંથી સ્માર્ટફોન ખરીદ્યો.

કુલદીપ કુમારે ન્યૂઝ એજન્સી રાયટર્સને જણાવ્યું કે, મારા પાડોશી પાસે સ્માર્ટફોન છે, પરંતુ મારા બાળકો રોજ તેમના ઘરે જવા માગતા નથી. હું તેમના અભ્યાસને લઇને ચિંતિત હતો, આથી મેં ગાય વેચી દીધી. ચીન પછી ભારત દુનિયાનું બીજા નંબરની સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. ભારતમાં આશરે કરોડો વસતી પાસે ફોન છે જે ઇન્ટરનેટની સુવિધાથી સજ્જ છે. કુલદીપ કુમાર અને તેની પત્ની માટે સ્માર્ટફોન એક નવી જ વસ્તુ છે. બંનેમાંથી કોઈએ ક્યારેય વાપર્યો નથી. આથી તેમના છોકરાઓ જ સ્માર્ટફોન વાપરી રહ્યા છે.

સ્કૂલ બંધ થઇ તે બાળકો માટે ઇન્ટરનેટ સૌથી જરૂરી છે
સ્કૂલ બંધ થવા પર બાળકો માટે ઇન્ટરનેટ સૌથી મહત્ત્વની વસ્તુ થઇ ગઈ છે. તેનાથી તેઓ અભ્યાસ સાથે જોડાયેલા રહે. આથી જ દેશમાં ગરીબ કે ઓછી આવકવાળા લોકો બાળકો માટે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન લઇ રહ્યા છે. ભારતમાં આશરે 24 કરોડ બાળકો સ્કૂલે જાય છે. આથી ઓછી કિંમતના સ્માર્ટફોનનું વેચાણ વધી શકે છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ગ્રામ્ય વિસ્તારમાં સેકન્ડ હેન્ડ મોબાઈલનું વેચાણ વધ્યું છે.

ટીચર સ્માર્ટફોન દાનમાં આપવાની વિનંતી કરે છે
પુણેના એક શિક્ષક નાગનાથ વિભુતેએ પોતાના બ્લોગની મદદથી ઉપયોગ કરેલા સ્માર્ટફોનને દાનમાં આપવાની વિનંતી કરી છે, આ સ્માર્ટફોન ગરીબ પરિવારના બાળકો તેમના અભ્યાસમાં કરી શકે છે.

ગામમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી
શિક્ષકો હવે વર્ચ્યુઅલ ક્લાસ લઇ રહ્યા છે પરંતુ સ્માર્ટફોન ઉપરાંત ઓનલાઈન ક્લાસ માટે ઇન્ટરનેટ પણ જરૂરી છે. મહારાષ્ટ્રના પંચગિનીમાં કેમિસ્ટ્રી ટીચર મૌમીતા ભટ્ટાચાર્જીને ધીમી ઇન્ટરનેટ સ્પીડનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે, બાળકોને ક્લાસરૂમ જેવું લાગે આથી મેં દીવાલ પર એક બ્લેકબોર્ડ પણ લગાવ્યું છે. મૌમીતા બધું રેકોર્ડ કરે છે અને પછી વિદ્યાર્થીઓ ઇન્ટરનેટથી ક્લાસ ડાઉનલોડ કરી લે છે.

સરકારે વન ક્લાસ વન ચેનલ શરુ કરી
ખરાબ કનેક્શન, ફોનનો ઉપયોગ, મોંઘા ડેટા પ્લાન અને વધારે સમય સુધી ફોનની સ્ક્રીન સામે બેસી રહેવા જેવી ચિંતાઓએ ફરીથી ઓફલાઈન અભ્યાસ માટે વિચારવા લોકોને મજબૂર કર્યા છે. હાલમાં જ માનવ સંસાધન મંત્રાલયે વન ક્લાસ વન ચેનલની શરુઆત કરી હતી. જેના હેઠળ બાળકોને ભણવવા માટે ટીવી અને રેડિયોની મદદ લેવાશે.

46 ટકા પરિવારે તેમનાં બાળકોનો અભ્યાસ બંધ કરાવી દીધો છે
ઓનલાઈન શિક્ષાને લીધે ગરીબ પરિવારના લાખો બાળકોનો અભ્યાસ છૂટી ગયો છે. કેરિટાસ ઇન્ડિયાના 600થી વધારે શ્રમિકો પર કરેલા સર્વેમાં ખબર પડી કે 46 ટકા પરિવારે તેમના બાળકોનો અભ્યાસ બંધ કરાવી દીધો છે. પુણેમાં શિક્ષક નાગનાથે જણાવ્યું કે, ઈંટ અને ભઠ્ઠામાં કામ કરનારા શ્રમિકોના બાળકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો